અનામત કોને આપવી કોને ન આપવી

પણ આજકાલ એક ખાસ ચર્ચાતો પ્રશ્ન કે અનામત નાબુદ કરવીજોઇએ કે નહી

તો હુ પણ એ મત ધરાવુ છું કે અનામત નાબુદ થવીજ જોઇએ પણ એના માટે કેટલીક શરતો છે. જે નીચે મુજબ છે…

.સમાનતા એટલે સંપુર્ણ સમાનતા

૧. દેશમાં ખેતીની જમીન સરકારહસ્તક લઇ લેવામાં આવે અને બધા લોકોને સરખા ભાગે વહેચીદેવામાં આવે.

૨. કુદરતી સંપતિની (કોલસાની ખાણો, ગ્રેનાઈટની ખાણો, આરસની ખાણો, તેલની રીફાઈનરીઓ વગેરે) દરેક નાગરિકને સરખે ભાગે વહેચી દેવામાં આવે. કારણ દેશની કુદરતી સંપતિમાં બધાનો હક્કછે.

૩. ૨ જી અને ૩ જી સ્પેક્ટ્રમની હરરાજીમાં દરેકને ભાગ લેવા દેવામાં આવે

.૪. દેશમાં આવેલા તમામ મંદિરોમાં પૂજારીઓની નિમણુક તમામ જ્ઞાતિના લોકોની કરવામાં આવે અને મંદિરોની કમાણીમાં સમાન હિસ્સાની વહેચણી કરવામાં આવે

.૫. દેશની તમામ ઉંચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ જ્ઞાતિઓની ભાગીદારી કરવામાં આવે

.૬. દેશના તમામ જંગલોની માલિકી આદિવાસીઓને આપવામાં આવે અને તેની તમામ ઉપજ અને પેદાશોની સરખે ભાગે વહેચણી કરવામાં આવે.

૭. બંદરો અને દરિયાઈ સંપતિ પર તમામનો હક્ક અને તેની માલિકી સરકારની તેમજ આવક તમામના ભાગે વહેચાવી

.૮. દેશની તમામ સ્ટોક એક્ષચેન્જમાં પણ તમામની ભાગીદારી આપવી.

૯. દરેકનો ધર્મ એક ” માનવ ધર્મ”

૧૦. લીવીંગ સર્ટિમાંથી જ્ઞાતિનું કોલમ રદ કરવામાં આવે.👉

૧૧. ગામ/શહેરમાં કોઈ અલગ સોસાયટી નહિ પરંતુ તમામ શાથે રહે.

૧૨. રોટી અને બેટીના વ્યવહારો ચાલુ કરવામાં આવે.

છે મંજુર??????

તો આવો,

જ્ઞાતિ વિહીન સમાજની રચના કરીએ.

દરેકને સમાન તક આપીએ.

હાલની પરિસ્થિતિમાં જણાવવું જરૂરી લાગે છે “

બાબા સાહેબ આંબેડકરે કચડાયેલા વર્ગનો પક્ષ લઈને અનામતના અધિકારો આપાવ્યા છે તે લાયબ્રેરીમાં કલાકોના કલાકો બેસીને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ૫૯ વર્ષની ઉમરે અપાવેલા હતા. નહી કે,ખુલ્લા મેદાનમાં બેફામ ભાષણો કરીને કે દેશની સંપતિને નુકશાન કરીને.

બંધારણીય બાબતો સમજવા માટે પરિપક્વતા અને ઉચ્ચ શિક્ષણ અને વાંચનની જરૂરિયાત હોય છે તે ન ભૂલવું જોઈએ.

ભારત દેશ માં દરેક નાગરિક ને સમાન હક મળે તેવું ઇચ્છતા હોય તો આગળ શેર કરો

વધારે વાચો – https://freedomjournalism.com/wp/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *