અફઘાનીસ્તાન પછી ચાઇના અને પાકીસ્તાન નુ નેકસ્ટ ટાર્ગેટ ભારત ?

ચાઇના ના જવાનો એ અરુણાચલ પ્રદેશની સરહદ પરથી ઘૂસણખોરી કરી

લદાખમાં જ નહીં, પણ અરુણાચલ પ્રદેશમાં પણ ચાઇના  તેની હરકતોને અટકાવતું નથી. ગત સપ્તાહે અરુણાચલ સેક્ટરમાં ભારતીય જવાન ની ચાઇના ના જવાન  સાથે અથડામણ થઈ હતી. સમાચાર એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. આ મુજબ પેટ્રોલિંગ દરમિયાન બંને દેશના જવાન  સરહદી વિવાદને લઈને સામ-સામે આવી ગયા હતા અને આ સિલસિલો થોડા કલાકો સુધી ચાલુ રહ્યો હતો. આમાં ભારતીય જવાનો  ને કોઈ નુકસાન થયું નથી અને પ્રોટોકોલ મુજબ વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેબ્રિંગ કાયદા અંગેની બેઠકનું આયોજન..

મીડિયા ના અહેવાલો..

મીડિયા અહેવાલો અનુસાર, ૨૦૦ ચીની જવાન  અરુણાચલ પ્રદેશમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તિબેટ તરફથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, જેમને ભારતીય જવાન એ પાછા ધકેલ્યા હતા. કેટલાક ચીની જવાન ની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. તમને જણાવી દઈએ કે લદાખમાં ચાઇના ની ઘૂસણખોરી અને ભારતીય જવાન  સાથે અથડામણના અહેવાલો છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં અથડામણના સમાચાર લાંબા સમય પછી આવ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીને અરુણાચલમાં ફરી તેની પ્રવૃત્તિઓ વધારી છે.

મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા….

ચાઇના  અરુણાચલમાં ઘૂસણખોરી કરી રહ્યું છે…..

લગભગ ૯ મહિના પહેલાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને ભારતીય સરહદથી સાડાચાર કિલોમીટર દૂર અરુણાચલ પાસે એક ગામ વસાવ્યું છે. એમાં ૧૦૦ થી વધુ મકાનો બનાવવામાં આવ્યાં છે. આ ગામ સુબનસિરી જિલ્લામાં સારી ચૂ નદીના કિનારે આવેલું છે. આ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીકનો વિસ્તાર છે. તેની તસવીરો યુ એસ એ  સ્થિત ઇમેજિંગ કંપની પ્લેનેટ લેબ્સ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

ઓગસ્ટમાં ૧૦૦  ચીની સૈનિક ઉત્તરાખંડમાં ઘૂસી આવ્યા હતા……

ગયા દિવસોમાં જ સમાચાર મળ્યા હતા કે ૩૦  ઓગસ્ટના રોજ ૧૦૦  ચીની સૈનિકે ઉત્તરાખંડના બારાહોતી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યાં ૩  કલાક રોકાયા બાદ પરત ફર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ઘોડા પર અંદર આવેલા ચીની જવાન એ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો અને પાછા ફરતા પહેલાં એક પુલ પણ તોડી પાડ્યો હતો. તમને જણાવી દઈએ કે બારાહોતી એ જ વિસ્તાર છે, જ્યાં ૧૯૬૨ ના યુદ્ધ પહેલાં પણ ચીને ઘૂસણખોરી કરી હતી.

કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..

પૂર્વી લદાખમાં LAC પાસે કામચલાઉ બાંધકામો પણ કરવામાં આવ્યાં…..

બે સપ્તાહ પહેલાં અહેવાલ હતો કે ચીને પૂર્વી લદાખમાં (LAC) નજીકનાં લગભગ 8 સ્થળે કામચલાઉ ટેન્ટ જેવી રહેવાની વ્યવસ્થા કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મીએ ઉત્તરીય ક્ષેત્રમાં કારાકોરમ નજીક વહાબ જીલ્ગાથી લઈને પિયુ, હોટ સ્પ્રિંગ્સ, ચાંગ લા, તાશિગોંગ, માંજા અને ચુરુપ સુધી શેલ્ટર ઊભા કર્યા છે. અહીં દરેક લોકેશન પર સાત ક્લસ્ટરમાં ૮૦ થી ૮૪ જેટલા કન્ટેનર બનાવવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: