કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ...કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ...

રુશ એ ન્યુક્લિયર ડિટરેન્ટ ફોર્સને એલર્ટ કરી…

કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ…રશિયન સૈનિકો અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે યુદ્ધનું મેદાન વિશ્વ યુદ્ધથી ઓછું નથી. અગાઉ, જ્યાં યુક્રેનની સેના રશિયન સૈનિકો કરતાં નબળી દેખાતી હતી. પરંતુ હવે યુક્રેનિયન સૈનિકો રશિયન સૈનિકોને આકરી ટક્કર આપી રહ્યા છે. ખાર્કિવના ગવર્નરે દાવો કર્યો છે કે યુક્રેનિયનોએ ખાર્કિવમાં રશિયન સૈનિકોને હાંકી કાઢ્યા હતા અને કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં હવે રશિયન મીડિયા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના ન્યુક્લિયર ડિટરેન્ટ ફોર્સને એલર્ટ રહેવા કહ્યું છે. રુશ ની સૌથી મોટી શક્તિ પરમાણુ શસ્ત્રો જ માનવામાં આવે છે.

કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ...
કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ…

આ પણ વાચો – પુતિનની યુદ્ધની જાહેરાત….યુક્રેન ઉપર રશીયા નો ભીષણ હુમલો… યુદ્ધ શરુ..

રશિયા અને યુક્રેન યુદ્ધ ના મુખ્ય અપડેટ્સ…

યુએન માનવાધિકાર કાર્યાલયે યુક્રેનમાં ૯૪  લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા ૩૭૬  નાગરિકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે.

ચીને રુશ  સામે એકપક્ષીય પ્રતિબંધોનો વિરોધ કર્યો છે.

રુશ એ યુક્રેનનાં બે શહેર (બર્ડયાંસ્ક અને એનેરહોદાર) પર કબજો કરી લીધા છે.

એર બી એન બી  ના CEO એ કહ્યું – બી એન બી   અને airbnb.org લગભગ એક લાખ યુક્રેનિયન શરણાર્થીઓને મફત ઘર આપવા માટે કામ કરી રહ્યું છે.

યુક્રેને દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યારસુધીમાં લગભગ ૫૩૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનની સેનાએ લગભગ ૧૫૧ ટેન્ક, ૨૯  એરક્રાફ્ટ અને ૨૯  હેલિકોપ્ટરનો નષ્ટ કર્યા છે.

રુશ ની સેન્ટ્રલ બેંકે મુખ્ય વ્યાજદર ૨૦ %  સુધી વધારી દીધા છે. તેણે રશિયન સિક્યોરિટીઝ વેચવા માટે વિદેશી ગ્રાહકોના બીડ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

રશિયન સેનાએ કહ્યું- યુક્રેનના નાગરિકો મુક્તપણે કિવ છોડી શકે છે. કિવ-વાસિલકિવ હાઈવે પરથી બહાર નીકળી શકાય છે. આ રસ્તો ખુલ્લો અને સલામત છે.

કિવમાં વીકએન્ડ કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. આ સિવાય સરકારે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે. યુક્રેન સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અહીંથી નીકળીને સુરક્ષિત સ્થળોએ ચાલ્યા જાય. અહીં ફરીથી કર્ફ્યૂ લાદવામાં આવી શકે છે.

રશિયન એરલાઇન એરોફ્લોટની એક ફ્લાઇટ પ્રતિબંધ હોવા છતાં કેનેડિયન એરસ્પેસમાં પ્રવેશી હતી. કેનેડાની સરકાર આ ઉલ્લંઘન બદલ એરોફ્લોટ સામે પગલાં લેશે. કેનેડાએ રુશ  જતી-આવતી તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે.

યુક્રેનની રાજધાની કિવમાં આજે સવારે જોરદાર ધડાકો સંભળાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આજે NATO દેશો સાથે બેઠક કરશે.

UNમાં આજે ઈમરજન્સી બેઠક મળશે. આ બેઠક ન્યૂયોર્કના સમય અનુસાર સવારના 10 વાગ્યા (ભારતના અંદાજે 11 વાગ્યા)ની આસપાસ યોજાશે.

યુક્રેનમાં ફસાયેલા 249 ભારતીય નાગરિકને લઈને બુકારેસ્ટ (રોમાનિયા)થી રવાના થયેલી પાંચમી ‘ઓપરેશન ગંગા’ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પહોંચી ગઈ છે.

યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રુશ ના આક્રમણમાં અત્યારસુધીમાં 352 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે, જેમાં 14 બાળકોનો પણ સમાવેશ થાય છે.

યુરોપિયન યુનિયન યુક્રેનને 45 કરોડ યુરોની કિંમતના હથિયારો આપશે. સ્વીડન 500 એન્ટી ટેન્ક મિસાઈલ યુક્રેન મોકલી રહ્યું છે. રુશ  માટે લગભગ સમગ્ર યુરોપની એરસ્પેસ બંધ થઈ ચૂકી છે.

યુરોપિયન યુનિયનમાં રશિયન સેન્ટ્રલ બેંક સાથે લેવડદેવડ પર પ્રતિબંધ. રુશ ના ચલણ રુબલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો.

યુક્રેને સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતમાં રુશ  વિરુદ્ધ યુક્રેનના લોકોના નરસંહારની યોજના બનાવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો.

બેલારુસના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધ રુશ ને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહ્યા છે.

આ પણ વાચો – દુનીયા ત્રીજા વીશ્વ યુદ્ધ ની એકદમ નજીક…..

આ પણ જુઓ યુ ટયુબ પર – રશીયા યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા.

5 thoughts on “કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ…”
  1. Next time I read a blog, Hopefully it wont fail me as much as this particular one. I mean, Yes, it was my choice to read, however I really believed you would have something helpful to talk about. All I hear is a bunch of whining about something you could fix if you werent too busy searching for attention.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *