કોરોના કાળમા ધાર્મીક શ્રદ્ધા ઘટી...માત્ર ૧૮ % લોકો ને જ ધર્મમા શ્રદ્ધા...

અખિલ ભારતીય અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ ૨૦  સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ બપોરે  ૩.૩૦  વાગ્યાની વચ્ચે મળી આવ્યો હતો. આ કેસ આત્મહત્યાનો અને શિષ્ય આનંદ ગિરી પર સી ડી  મારફતે બ્લેકમેલ કરવાના આરોપ લાગ્યા હતા.કોરોના કાળમા સમગ્ર દેશના મંદીરો બંદ રહ્યા લોકોને બચવા માટે ડોકટર અને દવાખાના જ કામ આવ્યા અને હવે  સમગ્ર દેશમાં ધર્મીક બાબતો ના મુદ્દે ચર્ચા થઈ રહી છે.

ત્યારે એક સર્વે કરવામા હતો જેમા ધર્મ અને ધાર્મીક બાબતો વીશે પ્રશ્નો કરવામા આવ્યા હતા અને જેના જવાબો મળતા હવે માત્ર ૧૮ % લોકોને જ ધર્મ પર વિશ્વાસ છે, ૮૨ % લોકોની આસ્થા ડગમગી રહી છે, લોકો ની આસ્થા ડગવાનુ મુખ્ય કારણ બાવા – સાધુ અને ધાર્મિક અંધશ્રદ્ધા હોવાનુ જાણવા મળે છે. લોકો ઉચ નીચ ના ભેદભાવ ને બાવા સાધુ અને બની બેઠેલા ધર્મ ના ઠેકેદારો નુ લોકો ને ગુલામ બનાવવાનુ કાવતરુ છે. એવો જવાબ આપતા લોકો જરા પણ ખચકાતા નથી. બીજી મહત્વની બાબત લોકો એ જણાવે છે કે મંદીરો ની બધી સમ્પતી જપ્ત કરી દેશ હીત મા વાપરવી જોઇએ કારણ કે એ પૈસા લોકોના છે. જેનો સદઉપયોગ થવો જોઇએ.સર્વે મા બીજી એક મહત્વની વાત એ જાણવા મળી કે સરકારો એ મંદીરો બનાવવા ના કામને પ્રોત્સાહન આપવાના બદલે સારા દવાખાના અને સારી સ્કુલો અને મફત આરોગ્ય  સેવા અને શીક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઇએ. આ ઉપરાંત લોકો ને મુખ્ય ધારાની ટી વી ચેનલો મા આવતા બાવા-સાધુ  બાબતે  સવાલ કરવામા આવતા લોકો એ સ્પસ્ટ મત રજુ કર્યો કે સૌથી વધારે  દેશ ને નુકશાન આ મુખ્યધારા ના મીડીયા દ્વારા જ થયુ છે.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: