ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.

ગુજરાત મા ખાધ્યપદાર્થો મા ભેળસેળ એ  આજ સુધી સરકાર ના ધ્યાન મા ના આવેલી બાબત છે. અથવા તો સરકાર અને તેના માણસો જખાધ્યપદાર્થો મા ભેળસેળ કરે છે કરાવે છે એમ કહેવુ હોય તો નીશંક કહી શકાય. કારણ કે ખાધ્યપદાર્થો મા ભેળસેળ નો એક પણ કેશ એવો નથી જેનાકારણે  ભેળસેળ કરવા વાળા માણસો ને કાયદા નો ડર લાગે. અને એટલા માટે મારે કહેવુ પડે છે. કે કાતો સરકાર અને એના મળતીયા ઓ દ્વારા જ ભેળસેળકરવામા આવે છે. અને  લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા વાળા તત્વો ને છાવરે છે.આ મુદ્દો ઉપસ્થીત કરવાના કારણો આ મુજબ છે.

૧ ) કોરોના ની બીજી લહેર મા ઘણા બધા માણશો મ્રુત્યુ પામ્યા તેનુ મુખ્ય કારણ જો કોઇ હોય તો તે ખાધ્યપદાર્થો મા ભેળસેળ જ છે. ખાધ્ય પદાર્થો મા ભેળ સેળ થવા ના કારણે ગુજરાત ના નાગરીકો ના શારીરીક મજબુત પણા મા ઘણો જ ઘટાડો થયો છે. અને લોકો નીરોગપ્રતીકારક શક્તી ઘટી ગઇ છે. પરીણામ સ્વરુપ કોરોના જેવી મહામારી મા મ્ર્ત્યુદર ઘણો જ વધી ગયો. અને આવા ભેળસેલ કરવાવાળા તત્વોના પાપે ગુજરાત ના નીર્દોશ નાગરીકો ભોગ બન્યા.

૨ ) ગુજરાત ના કોઇ  પણ ખુણે જાવ તેલ અને દુધની આઇટમો મા ભેળસેલ થાય જ છે. હાલ પરીસ્થીતી એવી છે કે ગમે તેટલા રુપીયા ચુકવો પણ તેલ અને દુધ સુદ્ધ મળશે નહી. અમુલ જેવી ડેરી ના દુધ મા પણ ભેળ સેળ થાય છે. લોકો અસહાય બની ગયા છે. કારણ કે સરકાર ને બધી જ માહીતી હોવા છતા. સરકાર કોઇ જ પગલા લેતી નથી. પરીણામ સ્વરુપ ગુજરાત ના નીર્દોષ નાગરીકો ભોગ બન્યા છે.અને આવુ જ ચાલશે તો આવનારી પેઢી નમાલી પેદા થશે. જે ગુજરાત અને દેશ માટે ઘાતક સાબીત થવાની જ છે.ગુજરાત ના નાગરીકો ને  સરકાર  પાસે અપેક્ષા છે કે સરકાર જો આમુદ્દો હાથમા લઇ કડક હાથે કામ લે તો સરકારની કામગીરી ની પ્રશંશા થશે અને લોકો ના જીવબચશે  જે સૌથી મોટુ પુણ્ય કાર્ય હશે.

2 thought on “ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.”

Leave a Reply

Your email address will not be published.

Exit mobile version