વોર્ડ ન - ૧૧ ગણપતી ફાટસર..

ગણપતી ફાટસર ની જનતા જનાર્દન નો અવાજ…વોર્ડ નો – ૧૧ ના ચારે ઉમેદવાર ના કાને પહોચાડવા વિનંતી…..

આજ રોજ વોટ્સએપ મા વોઇસ ઓફ ગણપતી ફાટસર મા ભાજપના સૌથી જુના કાર્યકર અને આકર્ષક ચુટણી પ્રચારક અને ગણપતી ના યુવાન સામાજીક કાર્યકર એવા ભાઇ શ્રી દીનેશભાઇ વાઘેલા ના વેબન્યુજ સમાચારની પોસ્ટ ને લઇ ને વીવાદ રહ્યો. તો આવો જાણીએ.. શુ હતો વીવાદ અને શા માટે ભાજપના કાર્યકર પોતાની જ પાર્ટીના જીતેલા ઉમેદવારો ને રાજીનામા આપવાની વાત કરી રહ્યા છે…

આ સંદર્ભે અમે ગણપતી ફાટસર વીસ્તાર  ના  ભાજપના સૌથી જુના કાર્યકર અને આકર્ષક ચુટણી પ્રચારક અને ગણપતી ના યુવાન સામાજીક કાર્યકર એવા ભાઇ શ્રી દીનેશભાઇ વાઘેલા ની રુબરુ મુલાકાત લઇ વીસ્તારના કામો ને લઇ ને એમની વેદનાને વાચા આપવા માટે થોડા સવાલ જવાબ કર્યા. જે સવાલો ના જવાબ ગણપતી ફાટસર વીસ્તાર  ના  ભાજપના સૌથી જુના કાર્યકર અને આકર્ષક ચુટણી પ્રચારક અને ગણપતી ના યુવાન સામાજીક કાર્યકર એવા ભાઇ શ્રી દીનેશભાઇ વાઘેલા એ આ મુજબ આપ્યા છે.

આ પણ વાચો : – વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

સવાલ : –  તમે ભાજપ ના કાર્યકર છો છતા તમારા જીતેલા ઉમેદવાર વીરુદ્ધ બોલો છો. શા માટે ?

જવાબ : – ભાઇ શ્રી તમારી વાત સાચી છે. હુ પાર્ટી નો કાર્યકર છુ જ. પણ એનો મતલબ એ નથી કે જે સીમ્બોલ ઉપર તમે ચુટણી જીત્યા હોય. અને પછી તમે તમારી વ્યકતીગત વોટબેંક મજબુત કરવા આમ જનતા ના કામો કરવાના બંધ કરો. અને પાર્ટી ને નુકશાન પહોચાડો. સાહેબ અહી ગણપતી ફાટસર મા બે વસ્તુ થાય છે. જે પણ ઉમેદવાર થોડા ઘણા કામ કરે છે. એ કોઇ પણ પાર્ટી ની સીમ્બોલ ઉપર જીતેલા છે. અને જીતેલા ઉમેદવારે પ્રમાણીકતા થી પાર્ટી ને મજબુત કરવા વીસ્તાર મા આમ જનતા ના કામો કરવા જોઇએ. પરંતુ થાય છે. અવળુ જીતેલા બધા જ ઉમેદવાર  પોતાના સગા વાલા કે પોતાને ત્યા કામે આવતા મજુરોના કામો કરી પોતાની વ્યકતીગત વોટબેંક મજબુત કરે છે.અને વીસ્તાર મા દર્શન દેતા નથી કે લોકો ના પ્રશ્નો સામ્ભળતા જ નથી  પરીણામ સ્વરુપ આમ જનતાના ગુસ્સા નો સામનો અમારા જેવા કાર્યકરો એ કરવો પડે છે. જે ખરેખર ખોટુ છે. અને પાર્ટી આ બધુ જ જાણે છે. એટલે મને મારી પાર્ટી ના જીતેલા ઉમેદ્દવાર વીરુદ્ધ બોલવામા પણ જરાય ડર નથી. બીજી વાત હુ કોઇ ની ખોટી વાહવાહ કરવામા માનતો જ નથી..

આ પણ વાચો : –વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

સવાલ : – તમે એવુ લખ્યુ છે કે ગણપતી ની જનતા એ તમારુ અપમાન કર્યુ ? શા માટે ?

જવાબ : ભાઇ શ્રી છેલ્લા આઠેક મહીના મા લગભગ ત્રણ થી ચાર વખત ફેસબૂક ઉપર અને વોટ્સએપ પર મારા ચુટણી પ્રચાર વખતના વીડીઓ મુકી ને લોકો પુછે છે કે આ ભાઇ ને પકડો આ ભાઇ એ જવાબદારી લીધી હતી. અને લોકો મને જાહેરમા ફરીયાદ કરે છે. કે અમારા કામો થતા નથી. જો કે મને જરા પણ દુખ નથી એ વાત નુ કારણ કે સાહેબ મે ચુટણી પ્રચાર વખતે લોકો વચ્ચે જઇને પાર્ટી માટે મત માગ્યા છે. અને લોકો ને હક છે. મને કામ ના થતા હોય તો કહી શકે.અને હુ સ્પસ્ટ એવુ માનુ છુ કે મતમાગતી વખતે જનતા ને બે હાથ જોડીને મત માગતા હોઇએ છીએ. એટલે એમના ગુસ્સાનો સામનો પણ કરવો પડે અને હાથ જોડી ને વાત પણ કરવી પડે. એવુ ના હોય કે મત માગો ત્યારે શીયાળ અને પછી સીહ. અને જો આવુ કરીએ તો ફેકાઇ જતા વાર ના લાગે… લોકો મત આપે છે. અને ચુટીને મોકલે છે. કામ કરવા માટે. એટલે ચુટાયેલા ઉમેદવારો ચાહે કોઇપણ કેમ ના હોય તેઓ કામ કરીને પ્રજા ઉપર અહેસાન કરતા નથી એ આપણે સમજવુ પડશે. ચુટાયેલા ઉમેદવારો ને કામ કરવા માટે આપણે ચુટીએ છીએ. એટલે એમની વાહવાહ કરવાનુ મને કોઇ પણ રીતે યોગ્ય લાગતુ નથી કે હુ એવા લોકો ની ફોજ મા પોતાની જાતને ખપાવા માગતો જ નથી, જે ખુશામત ખોર હોય… મારુ તો સ્પસ્ટ છે.ચુટણી મા પ્રમાણીકતાથી કોઇ પણ અપેક્ષા વગર તન મન અને ધન થી  મહેનત કરવાની ઉમેદવાર ને મત અપાવવાના અને પછી એટલીજ પ્રમાણીકતા થી જનતા જનાર્દન સાથે ઉભા રહી તેમના કામો કરવાના અને કરાવવાના….

આ પણ વાચો : – વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: