૨૦૨૨ ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યોને પડતા મૂકી નવાને ટિકિટ મળી શકે છે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યમાં નો-રિપીટ થિયરી સાથે નવી સરકારની રચના કરવામાં આવી છે, એટલે કે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ નવા અને યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ, આગામી ૨૦૨૨ ની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવી સરકારની જેમ ધારાસભ્યોમાં પણ નો-રિપીટની થિયરી લાગુ થઈ શકે છે, એટલે કે વિજય રૂપાણીની સરકારના ધારાસભ્યોમાંથી 60 ટકાને પડતા મૂકી નવાને ટિકિટ આપવામાં આવી શકે છે.

રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા જૂના નિર્ણયોમાં ધરખમ ફેરફાર કરી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે

ગુજરાત રાજકારણની હાલની સ્થિતિ જોતાં એવું જણાય છે કે નવી સરકાર નવા નિયમ, એટલે કે રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા જૂના નિર્ણયોમાં ધરખમ ફેરફાર કરી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. તાજેતરની જ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવાની સૂચના આપી છે. જોકે રૂપાણી સરકાર સમયે આ પ્રકારનો કોઈ નિયમ ન હતો. બીજી તરફ, નવા મંત્રીઓ પણ ચાર્જ સંભાળતાંની સાથે જ કામે લાગી ગયા છે અને શિક્ષણ, આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ પર કડક અને સહાય કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ગુજરાત ભાજપમાં હવે સી આર પાટીલ નું જ વર્ચસ્વ ચાલી રહ્યું હોવાની પણ ચર્ચા છે. પાટીલે ૧૫૦ થી વધુ વિધાનસભા બેઠક જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા ગુજરાતમાં પોતાની રીતે નિર્ણય લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતી લીધો હોવાનું પણ મનાઈ રહ્યું છે, કેમ કે હાલમાં ભાજપની પ્રદેશ ટીમની રચનામાં પાટીલની જ પસંદગી ચાલી હતી. એવુ  સંગઠન મહામંત્રીમાં પણ ભીખુભાઈ દલસાણિયાને ગુજરાત બહાર મુકવામા આવ્યા છે. એટલે કહી શકાય.

આમાદમી પાર્ટી ના આવવાથી ભાજપ ની ચુટણી રણનીતી મા ધરખમ ફેરફાર થવાની શક્યતા.

સીઆર પાટીલ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કેન્દ્રીય  કમિટી પણ આ નિયમો અને ફોર્મ્યુલા માટે સહમત થઈ જાય તો એમાં કોઇ નવાઇ નથી. આ સ્થિતિમાં સી.આર.પાટીલ જે યુવાનો પાસેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ લીધું તેમને પ્રાધાન્ય આપે એવી શક્યતાઓ છે. બીજી તરફ, ‘આપ’ પણ નવયુવાનોને તક આપી રહી છે. ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

વધારે વાચો – https://freedomjournalism.com/wp/

 

Leave a Reply

Your email address will not be published.

Exit mobile version