ગુજરાત મા ''ગુલાબ '' વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે..

ગુજરાત મા પણ આવશે વાવાજોડુ.આજે સાંજે ચક્રવાત ગુલાબ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશના ઉત્તરીય ભાગો અને ઓરિસ્સાના દક્ષિણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગની ચેતવણી બાદ બંને રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ છે.

ઓડિશામાં એન ડી આર એફ ની ૨૪ ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ૪૨ ટીમો તૈનાત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ૧૬૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રવિવારે સાંજે ઉત્તરી આંધ્રપ્રદેશ (વિશાખાપટ્ટનમ) અને દક્ષિણ ઓડિશા (ગોપાલપુર) વચ્ચે કલિંગપટ્ટનમ નજીકના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે. પવનની ઝડપ ૭૫ કિમી પ્રતિ કલાકથી ૮૫  કિમી પ્રતિ કલાકની વચ્ચે રહેશે. વાવાઝોડું તીવ્ર બનતાં પવનની ઝડપ ૯૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે.

આ વાવાઝોડું પશ્ચિમ તરફ દક્ષિણ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં આગળ વધતું રહેશે. રવિવારથી મંગળવાર સવાર સુધી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: