ગુજરાત હાઇ કોર્ટ નો વિધ્યાર્થી ના હીતમા શાળાઓને આદેશ....

ગુજરાત હાઇ કોર્ટ નો વિધ્યાર્થી ના હીતમા શાળાઓને આદેશ….

ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની ૧૦૦ % હાજરીના નિર્ણય સામે ગુજરાત હાઇ કોર્ટ નો વિધ્યાર્થી ના હીતમા શાળાઓને આદેશઆપવામા આવ્યો છે.ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે શાળાઓમાં વિદ્યાર્થીઓની ૧૦૦ % હાજરીના નિર્ણય સામે નારાજગી દર્શાવી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સવાલ કર્યો છે, ‘એક તરફ કોરોના ના  ડેલ્ટા પ્લસ અને ઓમિક્રોન વેરિઅન્ટ ના કિસ્સા તો મળી જ રહ્યા છે, તો શા માટે શાળાઓ જોખમ લઈ રહી છે અને ૧૦૦ % વિદ્યાર્થીઓની હાજરીનો આગ્રહ કરી રહી છે ? શાળામાં વિદ્યાર્થીઓને હાજર રાખવા બાબત વાલીઓ ઉપર છોડવી જોઈએ.

ગુજરાત હાઇ કોર્ટ નો વિધ્યાર્થી ના હીતમા શાળાઓને આદેશ….

શા માટે વિદ્યાર્થીઓને હાજર રાખવા માટેનો આગ્રહ કરવામાં આવે છેઃ હાઇકોર્ટ…

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની ૧૦૦ % સંપૂર્ણ હાજરીના નિર્ણય બાબતે થયેલી જાહેરહિતની અરજી અંગે ખંડપીઠે રાજ્ય સરકાર ને સવાલ કર્યો છે કે, કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટના કિસ્સાઓ હજુ જોવા મળી રહ્યા છે, તેમ છતાં શા માટે વિદ્યાર્થીઓને શાળામા હાજર રાખવા માટેનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે! ૬  રાજ્ય એવા છે કે જ્યાં હજુ કોરોનાના કેસ છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાચો- ત્રીજુ વીશ્વયુદ્ધ નક્કી.. ૨૫ માર્ચ ના રોજ થઇ શકે છે. વીશ્વયુદ્ધ ની શરુઆત..

હોલ ટિકિટ ઇશ્યુ ન કરવાના કિસ્સા નહીં બને, એ પ્રકારનું સોગંદનામુ રજૂ કરે……

ખંડપીઠે એવી પણ ટકોર કરી કે ‘હાલની પરિસ્થિતિમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. તેની સાથે જ ઓછી હાજરી ધરાવતાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની હોલ ટિકિટ ઇશ્યુ ન કરવાના કિસ્સા નહીં બને, એ પ્રકારનું એફિડેવિટ રજૂ કરે’. જોકે આ બાબતે આજે વિગતવાર સુનાવણી તો ન થઈ શકી, પરંતુ જ્યારે અરજદારના વકીલ આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ખંડપીઠે આ ટકોર કરી હતી.

કોરોના સંક્રમણના ભય વચ્ચે રાજ્યમાં શાળાઓમાં ૧૦૦ % હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી.

હાલના સમયમાં શાળામાં બાળકોની ૧૦૦ % હાજરી હિતાવહ નથી. અરજદાર

અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, કોરોનાની પરિસ્થિતિને જોતા હાલના સમયમાં શાળામાં બાળકોની ૧૦૦ % હાજરી હિતાવહ નથી. બાળકો માટે તે જોખમકારક સાબિત થઇ શકે છે, એટલું જ નહીં પરંતુ કેટલાક એવા પણ બાળકો છે કે જે બીમારીઓથી પીડાતા તેમના માટે હાલ શાળાએ જવું ઉચિત નથી. ૧૦૦ % હાજરીના નિર્ણયના લીધે, જો વિદ્યાર્થી શાળાએ ન જાય તો તેની સામે એક્શન લેવામાં પણ આવી શકે છે. જેથી ૧૦૦ % હાજરીનો નિર્ણય લાગુ ન કરી શકાય.

Leave a Reply

Your email address will not be published.

Exit mobile version