ચાઇના ના હુમલા ના ખતરાને જોતા ગુઆમ નેવલ બેઝ પર ઇજરાઇલ ની આયર્ન ડોમ તહેનાત ….

ચાઇના ના હુમલા ના ખતરાને જોતા ….

ચાઇનાના વધતા ખતરાને જોતા અમેરિકન સેનાએ ગુઆમ નેવલ બેઝ પર ઈઝરાયલ ની બે આયર્ન ડોમ સિસ્ટમ તહેનાત કરી રહી છે. આયર્ન ડોમની તહેનાતીનો નિર્ણય પેસિફિક સમુદ્રમાં ચાઇનાની આક્રમકતા જોઈને લેવાયો છે. આ માટે અમેરિકાએ ઈઝરાયલ પાસેથી આયર્ન ડોમના બે અત્યાધુનિક વર્ઝન ખરીદ્યા છે. આ સિસ્ટમ રોકેટ, ડ્રોન અને મિસાઈલ હુમલા આંતરીને તેને નિષ્ફળ કરવા ડિઝાઈન કરાઈ છે. અમેરિકાએ ખરીદેલી અત્યાધુનિક આયર્ન ડોમ સિસ્ટમ ઓછી ઊંચાઈએ ઉડતા ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને પણ તોડી પાડવા સક્ષમ છે.

ચાઇના ના હુમલા ના ખતરાને જોતા ગુઆમ નેવલ બેઝ પર ઇજરાયલ ની આયર્ન ડોમ તહેનાત ….

હવાઇ મા તહેનાત અમેરિકન સેના એ આ વાત કબુલી…

હવાઈમાં તહેનાત અમેરિકન સેનાની ૯૪ મી આર્મી એર એન્ડ મિસાઈલ ડિફેન્સ કમાન્ડે આ વાત કબૂલી છે. જોકે, તેમણે કહ્યું છે કે, ગુઆમ નેવલ બેઝ પર આયર્ન ડોમની તહેનાતી હંગામી ધોરણે છે. તે ફક્ત એક ટ્રાયલ છે. બીજી તરફ, સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આટલા ઓછા સમયમાં કોઈ બીજા દેશના હથિયારને ફક્ત પોતાના નેવલ બેઝની સુરક્ષામાં તહેનાત કરવામાં આવે તે એક ટ્રાયલ ના હોઈ શકે.

અફઘાનીસ્તાન પછી ચાઇના અને પાકીસ્તાન નુ નેકસ્ટ ટાર્ગેટ ભારત ?

આ તહેનાતીને ઓપરેશન આયર્ન આઈલેન્ડ નામ અપાયું…

અમેરિકન સેનાએ કહ્યું છે કે, ફોર્ટ બ્લિસ, ટેક્સાસની બીજી બટાલિયન, ૪૩ મી એર ડિફેન્સ આર્ટિલરી રેજિમેન્ટના સૈનિકો ગુઆમ નેવલ બેઝ પર આયર્ન ડોમ બેટરીનું સંચાલન કરશે. જાપાનમાં તહેનાત અમેરિકન સેનાની ૩૮ મી એર ડિફેન્સ આર્ટિલરી બ્રિગેડના સૈનિકો પણ આ સિસ્ટમ ઓપરેટ કરવામાં મદદ કરશે. આ સમગ્ર મિશનને ઓપરેશન આયર્ન આઈલેન્ડનું નામ અપાયું છે.

One thought on “ચાઇના ના હુમલા ના ખતરાને જોતા ગુઆમ નેવલ બેઝ પર ઇજરાયલ ની આયર્ન ડોમ તહેનાત ….”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: