જાહેર જનતા જોગ. વાહનોમાં પશુઓને લાવવા-લઇ જવા અંગેના નિયમો બાબત….

ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, ન્યુ દિલ્હી અને .વાહન વ્યવહાર કમિશ્નરશ્રી ગુ.રા.ગાંધીનગરનાં આદેશ મુજબ કેન્દ્રીય મોટર વાહન અધિનિયિમ ૧૯૮૯ના નિયમ ૧૨૫(ઈ), ગુડ્ઝ વાહનની વજન ક્ષમતા મુજબ વાહનમાં કેટલા પશુ ભરી શકાય તે માટે કેટલા ચોરસ મીટર જગ્યાની જરૂરીયાત છે તે માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.


સી.એમ.વી.આર.૧૯૮૯નાં નિયમાનુસાર (એક પશુ દીઠ ) ગાય અને ભેંસ માટે ૨=૦૦ ચોરસ મીટર અને ઘોડા ઘોડી- ૨.૨૫ ચોરસ મીટર, ઘેટાં બકરા ૦.૩ ચોરસ મીટર, ભુંડ ૦.૬ ચોરસ મીટર, મરઘાં- બતકને ૪૦ ચોરસ સેન્ટીમીટર તેમજ જી.એમ.વી.આર ૧૯૮૯ના નિયમ ૧૨૩ મુજબનું માપમાં ગાય અને ભેંસ  માટે ૨=૦૦ ચોરસ મીટર, ઘોડા- ઘોડી માટે ૨=૦૦ ચોરસ મીટર, ઘેટા બકરા માટે ૦.૧૯ ચોરસ મીટર,  ભુંડ માટે ૦.૧૯ ચોરસ મીટર, મરઘા-બતક માટે કોઇ જોગવાઇ નથી.

આ નિયમો પ્રમાણે શરતોનું ફરજીયાત પાલન કરી વાહનમાં જરૂરી ફેરફાર કરી, એ.આર.ટી.ઓ સુરેન્દ્રનગર કચેરી ખાતે વાહન રજુ કરી, તેમજ જરૂરી ફી ભરીને પશુઓ વહન કરવા માટેની પરમીશન મળી શકશે. તેમજ આવા વાહનમાં પશુઓ સિવાય અન્ય માલ લઈ જઈ શકાશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર સુરેન્દ્રનગર વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ….

 માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી….

One thought on “જાહેર જનતા જોગ. વાહનોમાં પશુઓને લાવવા-લઇ જવા અંગેના નિયમો બાબત….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version