સુરેંદ્રનગર મા જાહેર મા ખુલ્લી તલવારો સાથે દક્ષીણ ની ફીલ્મો જેવા મારામારી ના દ્રષ્યો….

સુરેંદ્રનગર મા ૮૦ ફુટ રોડ ઉપર જાહેરમા એકજ સમુદાય ના બે જુથો વચ્ચે જાહેર મા ઘાતક હથીયારો દ્વારા મારામારી ના દ્રષ્યો સર્જાયા હતા. લોકમુખે ચર્ચાતી વાતો મુજબ નગરપાલીકાની હદમા ભુંડ પકડવાની કામાગીરી આપવામા આવે છે. તેને લઇને બે જુથ એકબીજાની હદમાથી ભુંડ પકડવા જેવી બાબતે સામસામે આવી જતા બન્ને જુથો દ્વારા એકબીજા ઉપર તલવાર  જેવા ઘાતક  હથીયારો થી હુમલા કરતા સ્થાનીક નાગરીકો ભયમા મુકાયા હતા..

“અનુબંધમ” વેબપોર્ટલ પર નોંધણી કરાવવા જોગ….

ખાખી વર્દીનો ખૌફ ગાયબ…બિંદાશ અને બેખૌફ જાહેરમા ઘાતક હથીયારો સાથે હુમલો….

આ ઘટનાનો વીડીયો જોતા સ્પસ્ટ જણાય છે કે સુરેંદ્રનગર મા ખાખી વર્દીનો ખૌફ ગાયબ થઇ ગયો છે. અને અસામાજીક તત્વો જાહેરમા બિંદાશ અને બેખૌફ ઘાતક હથીયારો લઇને અને પોતાના યુટીલીટી જેવા વાહન સાથે જાહેરમા રોડ ઉપર હાથમા તલવારો લઇ ને હુમલો કરતા જણાય છે. ત્યારે સુરેંદ્રનગર ના આમ નાગરીકોમા ભય નો માહોલ સર્જાયેલો હોય તેવુ જણાઇ રહ્યુ છે..


ખુબજ ટુંક સમય મા લોંચ થઇ રહી છે અમારી ઉપરોક્ત  યુ ટયુબ અને ફેસબુક પર સમાચાર ચેનલ જેને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો…અમને તમારા વિસ્તાર ના સમાચાર આપો અમારા WHATSAPP NO. 9033724628  ઉપર..

આમ નાગરીકો ના જીવ પણ પડીકે બંધાયા….

આ ઘટનાનો વીડીયો જોતા જણાય છે કે આ અસામાજીક તત્વો હાથમા તલવારો અને યુટીલીટી વાહન સાથે જાહેર રોડ ઉપર યુટીલીટી વાહન ને બીજા વાહન સાથે એકથી વધારે વખત અથડાવે છે. અને આસપાસ ના લોકો ના જીવ પડીકે બંધાઇ ગયા હોય તેવુ જણાય છે…

શોશીયલ મીડીયામા શહેરના નાગરીકોની પોલીશ પાસે કડક પગલા લેવાની  માંગ કરતા મેસેજ ખુબજ વાયરલ…

સોસીયલ મીડીયામા શહેરના નાગરીકો દ્વારા ઘટનાને સખત શબ્દોમા વખોડી પોલીશ પાસે કડક પગલા લેવાની માંગ કરતા શહેરના બુદ્ધીજીવી નાગરીકો ના મેસેજ વોટસેપ જેવા સોસીયલ મીડીયાના માધય્મોમા વહેતા થતા ખુબજ વાયરલ થઇ રહ્યા છે…

3 thought on “જાહેર મા ખુલ્લી તલવારો સાથે દક્ષીણ ની ફીલ્મો જેવા મારામારી ના દ્રષ્યો….”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: