ત્રિવેણી-મહોત્સવ-કાર્યક્રમ

ઝાલાવાડમાં જૈન સમાજ નો ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ..

ત્રિવેણી-મહોત્સવ-કાર્યક્રમ
ત્રિવેણી-મહોત્સવ-કાર્યક્રમ

સુરેંદ્રનગર જીલ્લા ના ખેડુતો માટે ખાસ….

સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને વન અને પર્યાવરણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો.

શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ સુરેન્દ્રનગર સંચાલિત નવલ પ્રકાશ ધર્મ સ્થાનકે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ત્રિવેણી-મહોત્સવ-કાર્યક્રમ

ત્રિવેણી-મહોત્સવ-કાર્યક્રમ

ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમમા પુર્વ મુખ્યમંત્રી વીજય રુપાણી નુ પ્રાસંગિક ઉદબોધન…

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા સાધુ ભગવંતો સંયમનો માર્ગ અપનાવીને ૪૦, ૪૫ અને ૫૦ વર્ષ સુધી પોતાના આત્માના કલ્યાણની સાથે અન્યના આત્માનું કલ્યાણ થાય અને ભગવાન મહાવીરના સંદેશને લઈ અહિંસા, અપરિગ્રહ અને તપના આધાર ઉપર ચારિત્ર્ય નિર્માણ કરીને ભગવાન મહાવીરે દર્શાવેલા પંથ ઉપર સમાજ આગળ વધે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થાય બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ…

વધુમાં તેમણે જણાવ્યું કે, ઉપાશ્રય કે જ્યાં આગળ ધર્મની આરાધના દ્વારા વ્યક્તિ શાંતા અનુભવે અને પોતે ધર્મના માર્ગે આગળ વધે એ પ્રકારે સ્થાનકનો ઉપયોગ થયો છે અને એનું નિર્માણ પણ એટલા માટે જ કરવામાં આવે છે.

વધુમાં તેમણે કહ્યું કે, ઝાલાવાડમાં જૈન સમાજ એક પ્રભાવી સમાજ તરીકે ઉભરી આવ્યો છે. દરેક ક્ષેત્રોમાં જૈન સમાજ આગવું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગરમાં મહાજન, પાંજરાપોળ વૃદ્ધાશ્રમ કે અંધ કલ્યાણમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ જૈન સમાજે પોતાના કર્તૃત્વથી અનોખી ભાત ઊભી કરી છે.

ત્રિવેણી-મહોત્સવ-કાર્યક્રમ
ત્રિવેણી-મહોત્સવ-કાર્યક્રમ

ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમમા વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા નુ પ્રાસંગિક ઉદબોધન…

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ આ ઉપાશ્રય માટે દાતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ ઉપાશ્રયમાં વધુમાં વધુ શ્રાવકો ઉપાસના કરશે તેમજ વધુમાં વધુ સાધુ, સાધ્વીઓ, ભગવંતો અહીં આવીને ઉપદેશ આપીને આત્મકલ્યાણની ભાવના સાકાર કરશે તેવી ઈચ્છા પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હથિયાર અને સભા સરઘસબંધી…

આ પ્રસંગે જૈન સમાજના પ્રકાશજી મહારાજ, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, ભરતભાઈ ડેલીવાળા, હસુમતીબેન તેમજ જૈન સમાજના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર 

માહિતી બ્યૂરો, સુરેન્‍દ્રનગર તરફથી…

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: