British magazine reports Akhundzada's assassination of Taliban supreme leader, Mullah Baradar hostage ...British magazine reports Akhundzada's assassination of Taliban supreme leader, Mullah Baradar hostage ...

અફઘાનીસ્તાન મા સત્તા હાંસલ કરવા હક્કાની નેટવર્ક  ખુબજ આક્રમક થઇ ગયુ છે.સત્તાની વહેંચણીને લઈને બરાદર ગ્રુપ અને હક્કાની નેટવર્ક વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો છે. આ બેઠકમાં બરાદરને ગોળી વાગવાની વાત પણ સામે આવી હતી.

અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા પછી તાલિબાનોની અંદર જ ફાટફૂટ પડી ગઈ છે. બ્રિટનના એક મેગેઝિને દાવો કર્યો છે કે ખુરશીની લડાઈ માટે તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદજાદાની હત્યા કરવામાં આવી છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા બરાદરને બંધક બનાવીને રાખવામાં આવ્યો છે. સત્તા માટે આ સંઘર્ષ તાલિબાનના જ બે ગ્રુપ હક્કાની નેટવર્ક અને તાલિબાન વચ્ચે થઈ રહ્યો છે. મેગેઝિન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લા બરાદરને થયું છે.

બરાદર તાલિબાન સરકારમાં બિન-તાલિબાનને હક અપાવવા માગે છે બ્રિટનના મેગેઝિને તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં તાલિબાનનાં બંને જૂથ વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન એક વખત એવું પણ થયું કે જ્યારે હક્કાની નેતા ખલીલ-ઉલ રહેમાન હક્કાની તેની ખુરશી પરથી ઊભો થયો અને તેણે બરાદરને મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં બિન-તાલિબાન અને અલ્પસંખ્યકોને જગ્યા આપવા માટે દબાણ કરી રહ્યો હતો. જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકારને માન્યતા આપે.

આ ઝપાઝપી પછી થોડા દિવસો માટે બરાદર ગુમ થઈ ગયો હતો અને એ પછી તે કંદહારમાં જોવા મળ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બરાદરે આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેનું સમર્થન પણ તેને મળ્યું હતું. જોકે બરાદર પર પ્રેશર નાખીને તેની પાસે વીડિયો મેસેજ બનાવવામાં આવ્યો હતો. મેગેઝિને દાવો કર્યો હતો કે આ વીડિયોમાં એવું લાગતું હતું કે બરાદરને બંધક બનાવવામાં આવ્યો હતો.

અખુંદજા ઘણા દિવસથી ગુમ છે
અખુંદજાદા વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજી સુધી એ ખબર નથી પડી કે તે ક્યાં છે. તે ઘણા સમયથી દેખાયો નથી અને ના તેણે કોઈ મેસેજ જાહેર કર્યો છે. આ સંજોગોમાં એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે અખુંદજાદાનું મોત થઈ ગયું છે. તાલિબાને આ પહેલાં સત્તા માટે આવો સંઘર્ષ ક્યારેય નથી જોયો. તાલિબાન અને હક્કાની નેટવર્ક ૨૦૧૬ માં એક થઈ ગયું હતું.બરાદરના પ્રયત્ન હતા કે તાલિબાન એક અલગ છબિ રજૂ કરે, જેને દુનિયા માન્યતા આપે, જ્યારે હક્કાની નેટવર્ક આત્મઘાતી હુમલાને પ્રોત્સાહન આપે છે. અફઘાનિસ્તાનમાં શરણાર્થીઓના મંત્રી ખલીલ હક્કાનીને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની આતંકવાદીની યાદીમાં સામેલ કર્યા છે. એક મુદ્દો એવો પણ છે કે હક્કાનીનું સીધું કનેક્શન પાકિસ્તાન

MORE READ –  https://freedomjournalism.com/wp/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *