ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી બિનસચિવાલયની લેખીત પરીક્ષા યોજાશે......
ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી બિનસચિવાલયની લેખીત પરીક્ષા યોજાશે......
ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી બિનસચિવાલયની લેખીત પરીક્ષા યોજાશે……

ગુજરાત રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષા છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી છે.

ગુજરાત રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષા છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા ર૦૧૮માં જાહેર કરી હતી. ત્યારબાદ ર૦૧૯માં આ પરીક્ષામાં ગેરરીતી સામે આવી હતી જેને લઇને રાજ્યભરમા ઉગ્ર આંદોલન પણ જોવા મળ્યા હતા અને અંતે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાં કોરોના વાયરસે દસ્તક દેતા આરોગ્ય સેવા કથળી હતી. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ હતી. આવી સ્થિતીમાં આ પરીક્ષા લેવાઇ ન હતી. ત્યારબાદ ફરી એકવાર આ પરીક્ષાની તારીખ જાહેર થઇ હતી પરંતુ કોઇ કારણસર ફરીએકવાર આ પરીક્ષા મોકુફ રખાતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

૧૩ ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ તે પરીક્ષા પણ કોઇ કારણસર મૌકુફ રાખવાનો નિર્ણય લીધો હતો.

છેલ્લે ૧૩ ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કોલલેટર પર ડાઉનલોડ કરી લીધા હતા. પરંતુ તે પરીક્ષા પણ કોઇ કારણસર મૌકુફ રાખવાનો નિર્ણય લીધો હતો. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ૩ હજારથી પણ વધુ જગ્યામાં કુલ ૧૦ લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આમ તો રાજ્યમાં સરકારી ભરતીમાં કૌંભાડનો ભરડો લાગી ગયો હોય તેમ અનેક ભરતીઓમાં કૌંભાડ ટીવી ચેનલોના માધ્યમથી અને અન્ય અખબારોમાં આવા સમાચારો ઉમેદવારો અને નાગરીકો વાંચતા હોય છે. ઉમેદવારો પોતાના ઘરથી દુર રાત-દિવસ મહેનત કરે છે ત્યારે પરીક્ષાના પેપર ફુટે છે તેવા સમાચારો સાંભળીને ઉમેદવારો પણ નીરાશ થઇ જાય છે.છેલ્લા ઘણા સમયથી ઘણા યુવાનોએ સરકારી ભરતીની તૈયારી કરવાનું છોળી દીધું છે અને તેઓ ખાનગી ક્ષેત્રે પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરવા મજબુર બને છે. આમ છતાં રાજ્યની સરકારનું પેટનું પાણી હલતું નથી. ત્યારે ઉમેદવારોની પણ એક એવી માંગ છે કે સરકારી ભરતીમાં પેપર ફુટવાના કૌંભાડો બંધ થવા જોઇએ અને પારદર્શક રીતે પરીક્ષા યોજાવી જોઇએ.

પોરબંદરમાં આગામી ર૪ એપ્રિલ અને રવિવારના રોજ બિનસચિવાલયની પરીક્ષા યોજાવાની છે.

પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં આગામી ર૪ એપ્રિલ અને રવિવારના રોજ બિનસચિવાલયની પરીક્ષા યોજાવાની છે. જિલ્લાના ૩૪ સ્થળોના ૩પ૮ બ્લોકમાં ૧૦૭૧૮ જેટલા યુવાનો પરીક્ષા આપશે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાશેગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બિનસચિવાલયની પરીક્ષાને લઇ પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદરમાં બિનસચિવાલયની પરીક્ષા ૩૪ સ્થળો અને ૩પ૮ બ્લોકમાં ૧૦૭૧૮ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા અંગેની સંપુર્ણ કર્મચારીઓની તાલીમની વ્યવસ્થા પણ પુર્ણ કરી છે.

અગાઉ આ પરીક્ષા મોકુફ રાખી હતી તે સમયે જે યુવાનોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા તેની જગ્યાએ નવા કોલ લેટર ડાઉનલોડ કરીને આવે.

ગૌણસેવા પસંદગી મંડળ તરફથી પણ વ્યવસ્થિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ અન્વયે સંપૂર્ણ પણે તમામ કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા છે. ખાસ કરને બિલ્ડીંગ ક્નડકટર, ઇનવીઝીલેટર સુપરવાઇઝર તેમને પણ આયોજન પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમજ પરીક્ષાને લઇને જિલ્લા કલેકરટ અને જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની ખાત્રી આપી હતી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું પરીક્ષા અગાઉ આ પરીક્ષા મોકુફ રાખી હતી તે સમયે જે યુવાનોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા તેની જગ્યાએ નવા કોલ લેટર ડાઉનલોડ કરીને આવે. પરીક્ષાની તારીખ ર૪-૪-ર૦રર હોવી જોઇએ અને પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો કોલલેટરની અંદર લગાવવાનો છે અને કોઇ પણ એક આઇડી પ્રુફ પણ સાથે રાખે. દરેકને આ પરીક્ષાની શુભેચ્છા છે સમયસર પરીક્ષા સ્થળે પહોંચી જાય.

પોરબંદર જિલ્લામાં ૩૪ સ્થળોને ૩પ૮ બ્લોકમાં ૧૦૭૧૮ ઉમેદવારો બિનસચિવાલયની લેખીત પરીક્ષા આપશે..

ગુજરાત રાજ્યમાં રવિવારે બિનસચિવલય ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અગાઉ ઘણી વખત વિવાદોમાં આવી ચુકી છે. ત્યારે હવે ર૪ એપ્રિલને રવિવારે બિનસચિવાલયની લેખીત પરીક્ષા લેવાશે. જેને લઇને પોરબંદર સહિત રાજ્યભરના જે સ્થળો પર આ પરીક્ષા યોજાવાની છે. જે સ્થળોને લઇને તમામ જરૂરી સ્ટાફ, સીસી ટીવી સહિતના પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાઇ છે. પોરબંદરમાં ૧૦૭૧૮ યુવાનો પરીક્ષા આપશે.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: