નીસ્ફળ નગરપાલીકાના પાપે જનતા એ ગટર ના ગંદા પાણી નો નીકાલ કર્યો....

નીસ્ફળ નગરપાલીકાના પાપે જનતા એ ગટર ના ગંદા પાણી નો નીકાલ કર્યો….

નીસ્ફળ નગરપાલીકાના પાપે જનતા એ ગટર ના ગંદા પાણી નો નીકાલ કર્યો.ગણપતિ ફાટસર વિસ્તાર મા નગરપાલીકાના ભેદભાવ યુક્ત વલણ ના કારણે જનતા ત્રાહીમામ છે એનો જીવતો જાગતો પુરાવો છે આ તસવીર.. આ તસવીર પાકીસ્તાન ના કોઇ વીસ્તાર ની નથી પણ ગુજરાત ના સુરેંદ્રનગર શહેરી વીસ્તાર મા આવતા વોર્ડ – ૧૧ ગણપતી  ફાટસર ની છે. આ વીસ્તાર મા દલીતો રહે છે. એટલે વીકાશ ના કામો નહી કરવામા આવતા હોય ? આવા પ્રશ્નો સ્થાનીક જનતા પુછે છે. ત્યારે આવો હકીકત જાણીએ…

આ પણ વાચો – વોર્ડ – ૧૧ ગણપતી ફાટસર મા છ છ મહીનાથી પીવાના પાણીની લાઇનો લીકેજ.નીષ્ક્રીય તંત્ર ના પાપે જનતા ત્રાહીમામ….

વોર્ડ ન - ૧૧ ગણપતી ફાટસર..
વોર્ડ ન – ૧૧ ગણપતી ફાટસર..

આ તસવીર ઉમેદવારો ની વાહવાહ  કરવા વાળા ના ગાલ ઉપર જનતા જનાર્દન દ્વારા સણસણતો તમાચો છે.

આ તસવીર રાજકોટ બાયપાસ રોડ ઉપર ચક્રવતિ સોસાયટી ની સામે આવેલી સોસાયટીઓ ની જનતા જનાર્દન દ્વારા જાતે મહેનત કરી નીસ્ફળ નગરપાલીકાના પાપે અને ચુટાયેલા સભ્યોના કામ ન કરવાના ઇરાદા ના કારણે ગટરના ગંદા પાણી નો નીકાલ કરતી છે.. હુ અને તમે આપણે બધા સોસીયલ મીડીયા મા જીતેલા ઉમેદવારો ની વાહવાહી કરતા હોઇએ છીએ.. આ તસવીર ઉમેદવારો ની ખોટી વાહવાહ  કરવા વાળા ના ગાલ ઉપર જનતા જનાર્દન દ્વારા સણસણતો તમાચો છે. અને તંત્ર નાગરીકો ને  સુવીધા આપવામા નીસ્ફળ ગયુ છે એનો જીવતો જાગતો પુરાવો છે.અને જનતારાજ મા જનતા જનાર્દન બધુ યાદ રાખતી હોય છે. અને પાચ વરસે ચુટણી આવતી હોય છે. એ સમયે કામ ન કરનાર ઉમેદવાર ને મત ન આપીને પોતાનો ગુસ્સો બતાવે છે. એ વાત બધાએ યાદ રાખવી રહી…

આપણ વાચો – વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

ગણપતી ના વીકાસ ના કામો કરવા હોય તો જનતા જનાર્દને  માઇંડસેટ બદલવો પડસે…

જનતા રાજ મા દર પાચ વરસે ચુટણી કરવામા આવે છે. અને ચુટણી દ્વારા જનતા પોતાના વીસ્તાર ના વિકાસ ના કામો કરાવવા માટે ઉમેદવાર રુપી જનતાના સેવક તરીકે ચુટી ને મોકલે છે. હવે અહી સુધી તો બધુ બરાબર છે.પણ ઉમેદવાર રુપી જનતા ના સેવક  જીતી ગયા પછી જનતા ના નાના મોટા કામો કરીને જનતા ઉપર અહેસાન કરતા હોય છે, એવો માઇંડસેટ બની ગયો છે.જે હવે બદલવો પડસે.. અરે ભાઇ આપણે જ આપણા નાના મોટા કામો કરવા માટે આપણા સેવક તરીકે એમને ચુટયા છે. અને એ આપણા સેવક આપણા કામ કરીને જનતા ઉપર અહેસાન કરતા નથી. એ એમનુ કામ કરે છે. એ જ છે એમનુ કામ.અને એ કામ કરીને જનતાના સેવક જનતા ઉપર અહેસાન નથી કરતા એવો માઇંડસેટ બનાવવો પડસે.. અને કામ ના કરે તો પાચ વરસે બીજા કોઇ સેવકને ચુટવાના. જ્યા સુધી જનતા આ માઇંડસેટ નહી વિકસાવે ત્યા સુધી નગરપાલીકાએ કરવાના કામો જનતાએ જાતે જ કરવા પડસે..

આ પણ વાચો- ગણપતી ફાટસર મા ખાડા રાજ…… જનતા ત્રાહીમામ…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: