પાટડી તાલુકાના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળેલ શીપપોક્ષ રોગ સામે
પશુપાલન વિભાગની ત્વરિત કામગીરી.
અસરગ્રસ્ત ગામ હિંમતપુરાથી ૧૫ કિ.મી.ની ત્રિજયાના કુલ વિસ્તારમાં
૨૨૮૩ ઘેટાઓનું રસીકરણ કરાયું.
પાટડી પશુચિકિત્સા અધિકારી દ્વારા અસરગ્રસ્ત ગામની દરરોજ
મુલાકાત લઈ સારવાર કરવામાં આવે છે.
પાટડી ના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળ્યો શીપપોક્ષ રોગ.
સુરેન્દ્રનગર જિલ્લા પશુપાલન અધિકારીશ્રીના જણાવ્યા મુજબ ગત તા.૨૧/૦૮/૨૦૨૨ના રોજ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણકાંઠા વિસ્તારના હિમંતપુરા ખાતે ઘેટા બિમાર હોવાની જાણ થતાં
તા.૨૨/૦૮/૨૦૨૨ના રોજ પાટડી પશુચિકિત્સા અધિકારીશ્રી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી
હતી.આ રોગ લમ્પી રોગ નથી પરંતુ ઘેટામાં જોવા મળતો શીપપોક્ષ નામનો રોગ જોવા મળેલ છે. જેમાં
પશુને તાવ આવવો, પશુઓ ખોરાક લેવાનુ બંધ કરે છે, નાક માંથી સ્ત્રાવ નિકળે છે, નિર્બળ અને
અશક્ત પશુઓમાં ક્યારેક મૃત્યુ પણ જોવા મળે છે અને પશુના શરીર (ચામડી) પર ગુંમડા જેવી ગાંઠો
ઉપસી આવવા વિગરે ચિન્હો જોવા મળે છે.
શીપપોક્ષ રોગ મા જોવ મળતા ચિંહો.
આ રોગમા પશુને તાવ આવવો, પશુઓ ખોરાક લેવાનુ બંધ કરે છે, નાક માંથી સ્ત્રાવ નિકળે છે, નિર્બળ અને
અશક્ત પશુઓમાં ક્યારેક મૃત્યુ પણ જોવા મળે છે અને પશુના શરીર (ચામડી) પર ગુંમડા જેવી ગાંઠો
ઉપસી આવવા વિગરે ચિન્હો જોવા મળે છે.
એક જ માલિકના કુલ ૧૪૫ ઘેટાઓ પૈકી કુલ ૮ ઘેટા બિમાર.
ગત તા.૨૨/૦૮/૨૦૨૨ના રોજ પાટડી પશુચિકિત્સા અધિકારીશ્રી દ્વારા સ્થળ મુલાકાત લેતાં
એક જ માલિકના કુલ ૧૪૫ ઘેટાઓ પૈકી કુલ ૮ બિમાર ઘેટાની સારવાર કરવામાં આવી હતી અને બે
ઘેટા મૃત જોવા મળ્યા હતા અને પશુમાલિકને સારસંભાળ માટે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ રોગની સારવારમાં મુખ્યત્વે ચિન્હો આધારિત એન્ટીબાયોટીક, તાવની દવા, વિટામિન્સ અને
કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે.
હિંમતપુરાથી ૧૫ કિ.મી.ની ત્રિજયાના વિસ્તારમાં કુલ ૨૨૮૩ ઘેટાઓનું રસીકરણ.
આજદિન સુધી કુલ ૧૪૫ પૈકી ૩૮ ઘેટાં બિમારીના કેસ જોવા મળ્યા હતા. જેની સારવાર કરવામાં
આવી હતી. અને ૧૮ ઘેટાંનું મરણ નોંધાયેલ છે.અસરગ્રસ્ત ગામ હિંમતપુરાથી ૧૫ કિ.મી.ની ત્રિજયાના
વિસ્તારમાં કુલ ૨૨૮૩ ઘેટાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તા.૦૩/૦૯/૨૦૨૨ પછી આ ઘેટા માલિકના
ત્યાં કોઇ નવો કેસ નોંધાયેલ નથી કે પશુ મરણ પણ જોવા મળેલ નથી.પાટડી પશુચિકિત્સા અધિકારી
દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની રોજ મુલાકાત લઈ સારવાર કરવામાં આવે છે.વધુમાં તાલુકાના અન્ય ગામોમાં
આ રોગનો નવો કેસ દેખાયેલ નથી આમ, સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ના સૌજન્યથી…
[…] […]
[…] પાટડી ના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા … […]