પ્રિયંકા ગાંધી એ કહ્યું જ્યાં સુધી ગૃહ રાજ્યમંત્રીનુ રાજીનામું નહી ત્યાં સુધી લડતા રહીશું...

જ્યાં સુધી ગૃહ રાજ્યમંત્રીનુ રાજીનામું નહી ત્યાં સુધી લડતા રહીશું.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારે વારાણસીમાં કિસાન ન્યાય રેલી યોજી. પ્રિયંકાએ માતા દુર્ગાનું આહ્વાન કરીને પોતાના શબ્દોની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે હું લખીમપુરમાં કિસાન નક્ષત્ર સિંહના ઘરે ગઈ ત્યારે પરિવારે કહ્યું કે તેમનો પુત્ર સરહદ સુરક્ષા દળમાં દાખલ થયો છે. જ્યારે હું પત્રકાર રમન કશ્યપ ના ઘરે ગઈ તો જણાવવામાં આવ્યું કે તેમને જીપ નીચે ઢસેડવામાં આવ્યા છે. કેમ કે તેઓ હકીકતનો વીડિયો બનાવી રહ્યા  હતા . દરેક પરિવારોએ કહ્યું કે તેમને સરકાર પાસે ન્યાયની આશા નથી. કેમકે અમને ન્યાય અપાવાનો દમ સરકારમાં નથી. પ્રિયંકાએ કહ્યું કે જ્યાં સુધી ગૃહ રાજ્યમંત્રીનુ રાજીનામું નહી ત્યાં સુધી લડતા રહીશું. ગૃહ રાજ્ય મંત્રીનું રાજીનામું જોઈએ.

ભાજપ ના વળતા પાણી નક્કી ..જાણો કારણો…

ચાઇના ના હુમલા ના ખતરાને જોતા ગુઆમ નેવલ બેઝ પર ઇજરાયલ ની આયર્ન ડોમ તહેનાત ….

કોંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા ગાંધી નુ  દુર્ગા અવતારનું પોસ્ટર જાહેર કર્યું

આ અગાઉ પ્રિયંકા બાબા વિશ્વનાથ મંદિર પહોંચી, જ્યાં તેમણે ષોડશોપચાર પૂજન કર્યું. પ્રિયંકાએ ભગવાન શિવને મયૂરી ઈત્તરનું લેપન કર્યું. ત્યાર બાદ મંદિરના પૂજારીએ તેમને ત્રિપુંડ લગાવ્યું. યુપીમાં ખેડૂતોના મુદ્દા સાથે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે.. પ્રિયંકા ગાંધી વડાપ્રધાન  મોદીના સંસદીય મતવિસ્તારમાંથી લખીમપુર ખીરીની ઘટના અને યુપીમાં ખેડૂતોના મુદ્દાને છંછેડીને ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. અગાઉ શનિવારે નવરાત્રિ નિમિત્તે કોંગ્રેસના કાર્યકરોએ તેમનું દુર્ગા અવતારનું પોસ્ટર જાહેર કર્યું હતું. પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને મા દુર્ગા તરીકે દર્શાવવામાં આવી છે. આ સાથે, લખીમપુર ખીરી ઘટના સંદર્ભે એક સંદેશ પણ આપવામાં આવ્યો છે. આ તસવીર પર હંગામો મચી ગયો છે.

સરકાર સામે સૌથી મોટો પડકાર બેકાબુ મોંઘવારી…..

બીજુ શું શું કહ્યું ?

આ દેશ નષ્ટ થઈ રહ્યો છે, આ બાબતને તમે સૌ ઓળખો. હકીકત શું છે અને તેને બોલવામાં તમે લોકો ડરી કેમ રહ્યા છો? સમય આવી ગયો છે. ચૂંટણીની વાત નથી આ દેશની વાત છે. આ દેશ તમારો દેશ છે. ભાજપના મંત્રી નેતાઓનો નથી.

જો તમે જાગૃત નહીં થાઓ અને તેમના રાજકારણમાં સામેલ થતા રહેશો, તો તમે કંઈ પણ બચાવી શકશો નહીં.

જ્યાં સુધી ગૃહ રાજ્ય મંત્રી રાજીનામું નથી આપતાં ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ. અમે કોંગ્રેસના કાર્યકર્તા છે અમે દેશની આઝાડીની લડાઈ લડી છે, અમે કોઈનાથી ડરીશું નહીં

મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version