બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ.બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ.

બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ.

બાગાયત વિભાગની કોમ્પ્રીહેન્સિવ  હોર્ટિકલચર ડેવલોપમેન્ટ  યોજનાનો લાભ લેવા

ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ

વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડૂતોને

સહાય આપવાના કાર્યક્રમ હેઠળ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજના અંતર્ગત


જિલ્લાના ખેડુતો (ઓછામાં ઓછી ૨.૦૦ હે. તથા મહત્તમ ૪.૦૦ હે.) તથા ખેતીલાયક જમીન ધારણ

કરેલ રજીસ્ટર ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને (ઓછામાં ઓછી ૨.૦૦ હે. તથા

મહત્તમ ૫૦.૦૦ હે.) બહુ વર્ષાયુ ફળઝાડના વાવેતર માટે સહાય આપવામાં આવશે તેમજ પિયતના

સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક

આવરણ  જેવા વિવિધ ઘટકો  પૈકી ઓછામાં ઓછાં  બે ઘટકો માટે  સહાય મેળવી શક્શે.

ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી..

તા: ૦૩/૦૯/૨૦૨૨ સુધી http://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ પર

ઓનલાઇન અરજી કરી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માટે તા: ૦૩/૦૯/૨૦૨૨ સુધી http://ikhedut.gujarat.gov.in/

વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી થયા બાદ અરજીની નકલ,

૭/૧૨, ૮- અ ની નકલ, હક્કપત્રક (નમૂના -૬ ) ની નકલ, જાતિના દાખલાની નકલ, આધારકાર્ડની

નકલ, બેંક પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી કવોટેશન સાથે, રજીસ્ટર ટ્રસ્ટ, FPO, FPC,


સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં રજીસ્ટ્રેશન, હેતુ, પ્રવુતિઓ, બંધારણ, સભ્યો/સભાસદને

લગતા સાધનીક કાગળો તથા છેલ્લા ૩ વર્ષના ઓડિટ રિપોર્ટ, જમીન તથા પાણીના ચકાસણી રિપોર્ટ

સહિતના  જરૂરી પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી ૨૦૮, બીજો માળ,

બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીના સંપર્ક

નંબર ૦૨૭૫૨ ૨૮૨૭૬૩/૨૮૨૩૫૨ પર સંપર્ક કરવાનો રહેશે એમ  વધુમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી….

3 thoughts on “બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *