સોમ. ડીસેમ્બર 6th, 2021
ભાજપ શાશીત ગુજરાત મા ખાદી મા માત્ર ૨૦ % વળતર . કોંગ્રેશ શાશીત રાજસ્થાન મા ખાદી મા ૫૦ %વળતર.

પુજ્ય બાપુ ના ભાજપ શાશીત ગુજરાત મા ખાદી વેચાણ મા માત્ર ૨૦ % વળતર અને ફક્ત એકજ માસ માટે. કોંગ્રેશ શાશીત રાજસ્થાન મા ખાદી વેચાણ મા ત્રણ માસ માટે ૫૦ %વળતર.

વીકાશ ના બણગા મારતી ભાજપ સરકાર મા પુજય બાપુ ના ગુજરાત મા ખાદી વેચાણ માત્ર ૨૦ % વળતર અને એ પણ ફક્ત એક મહીના માટે અને પાડોસી રાજ્ય રાજસ્થાન મા કોંગ્રેશ ની સરકાર મા  ખાદી ક્ષેત્ર રોજગારી વધે તેવા પ્રયત્નો ના ભાગ રુપે ખાદી વેચાણ મા ત્રણ માસ માટે ૫૦ % વળતર આપવાનુ જાહેર થતા ભાજપ ની વોટબેંક મા ગાબડુ પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેની નોંધ પાર્ટી એ લેવી જ રહી.. આવુ ખાદી જગત ના દીગ્ગજ અને અમદાવાદ ના પ્રતીસ્ઠીત ખાદી આગેવાને નામ ન જાહેર કરવાની શરતે આશ્રમ રોડ પર તેમના ભંડાર ની મુલાકાત વેળા એ જણાવ્યુ હતુ.

ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.

કોરોના કાળમા ઉધ્યોગ ધંધા ઠપ્પ હોય અને બધાજ સેકટર મા મંદી જેવુ વાતાવરણ હોય ત્યારે પુજય બાપુ ની જન્મ જયંતી એ ગુજરાત ના ખાદી જગત ને સરકાર પાસે થી ત્રણ માસ માટે ૫૦ % વળતર ની અપેક્ષા હતી. પણ ગુજરાત ની ભાજપ સરકાર જે લોકકલ્યાણ અને પ્રજા હીત ની વાતો કરે છે.તેનાથી વિપરીત નિર્ણય લઇ ખાદી મા માત્ર ૨૦ % વળતર અને એ પણ એક માસ માટે આપવાનુ જાહેર કરતા. આખા ખાદી જગત ની આશા ઠગારી નીવડી છે.

ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.
ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેંદ્રભાઇ મોદી ના વોકલ ફોર લોકલ ના મંત્ર ની વીરુદ્ધ ગુજરાત ની ભાજપ સરકાર.

ખાદી નુ ક્ષેત્ર એટલે આદરણીય પ્રધાન મંત્રી નરેંદ્રભાઇ મોદી ના  વોકલ ફોર લોકલ સુત્ર ને ચરીતાર્થ કરતુ  અને પુજ્ય બાપુ ના સ્વરોજગાર થકી રાસ્ટ્ર નીર્માણ ના મંત્ર રુપી એવુ મહત્વનુ ક્ષેત્ર એવા ખાદી ના ક્ષેત્ર મા ગુજરાત સરકાર ખાદી દ્વારા રોજગારી વધે તેવા પ્રયત્નો ના ભાગરુપે દર વર્ષે ખાદી વેચાણ મા તા :  ૨ ( બીજી ) ઓકટોબર થી ૩૧ ડીસેમ્બર સુધી વેચાણ મા ૨૦ % વળતર આપી નાગરીકો ને સીધો લાભ આપવામા આવે છે. પરંતુ આવર્ષે જયારે કોરોના જેવી મહામારી ના કારણે ખાદી વેચાણ ઘટયુ હોય અને તે વેચાણ વધે તેવા પ્રયત્નો ના ભાગ રુપે ગુજરાત સરકાર ખાદી જગત ને ત્રણ મહીના સુધી ૫૦ % વળતર સરકાર આપે તેવી લાગણી અને માગણી હતી તે ઠગારી નીવડી છે.

ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.
ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.

કોરોના કાળમા સરકાર સાથે ખભે ખભો મીલાવી ઉત્ક્રુસ્ઠ કામ કરનારી ખાદી સંસ્થાઓ ની સરકાર પાસે અપેક્ષા.

કોરોના કાળમા સરકાર ની સાથે ખભે ખભો મીલાવી પ્રજા હીત ના ઉત્ક્રુસ્ઠ કામ કરનારી ખાદી સંસ્થાઓ કોરોના મહામારી ના કારણે વેચાણ ઘટવાથી આર્થીક સંકડામણ મા છે. અને સરકારે આ ક્ષેત્ર સામે જોઇ અને અસરકારક પગલા ના ભાગ રુપે વેચાણ વધે તેવા પ્રયત્નો ના ભાગ રુપે ૨ ઓકટોબર થી ૩૧ ડીસેમ્બર સુધી ૫૦ % વળતર આપવુ જોઇએ. જેથી ગ્રામીણ  ક્ષેત્ર મા રોજગારી નુ શ્રુજન કરતી ખાદી સંસ્થાઓ  સારી રીતે કામ કરી શકે.

ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *