મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા....મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા....

લખીમપુરમાં શું થયું હતું?

લોકો ના કહેવા મુજબ રવિવારે ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રનો વિરોધ કરતા કાળા ઝંડા દેખાડ્યા હતા. આ દરમિયાન અજય મિશ્રા ના પુત્ર ની થાર (જીપ ) આંદોલન કરી રહેલા ખેડુતો ના ટોળા પર ચડાવી ત્રણ ખેડુત ને કચડી નાખી મોત ની ઘાટ ઉતારી દીધા હતા. થાર જીપ નીચે કચડાઇ ને ત્રણ ખેડૂતોના મૃત્યુ થયા હતા. તે પછી હિંસા ભડકી તો ખેડૂતોએ એક ડ્રાઈવર સહિત ચાર લોકોને માર્યા હતા. આ હિંસાના મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ના પુત્ર આશીષ મિશ્ર સહિત ૧૪  લોકો પર હત્યા અને અપરાધિક ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે.આ કેસ બહરાઈચના નાનાપારામાં રહેતા જગજીત સિંહની ફરિયાદ પર તિકુનિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બીજી તરફ મંત્રી અજય મિશ્રના ડ્રાઈવરની ફરિયાદ પર તિકુનિયા પોલીસ સ્ટેશનમાં ખેડૂતો પર હત્યા, જીવલેણ હુમલો અને મારપીટની કલમો પર કેસ નોંધવામાં આવ્યો છે.આ બાબતે કોંગ્રેશ ના મહાસચીવ પ્રિયંકા ગાંધી લખીમપુર જવા નીકળતા તેમની અટકાયત થઇ હતી.

કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ  ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..
કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..

કોંગ્રેશ ના મહાસચીવ અને લોકો જેમને બીજી ઇંદીરા કહે છે,અને દેશના ભાવી વડાપ્રધાન સમજે છે એવા પ્રીયંકા ગાંધી પીડીતો ને મળવા નીકળ્યા…

પ્રિયંકા ગાંધી રવિવારે રાત્રે લખનઉ પહોચ્યા હતા. લખીમપુર હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને મળવા પ્રીયંકાગાંધી રાત્રે જ નીકળી પડ્યા હતા. પોલીસે તેમને અટકાવ્યા હતા અને સોમવારે સવારે ૫.૩૦ વાગ્યે સીતાપુરના હરગાંવ ખાતે કસ્ટડીમાં લીધા હતા. તેમને પીએસીના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. જ્યારથી પ્રિયંકાગાંધી ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે,ત્યારથી કાર્યકરો ગેસ્ટ હાઉસની બહાર હોબાળો કરી રહ્યા છે. સોમવારે સાંજે મીણબત્તીઓ સળગાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓ આજે સવારથી જ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પ્રિયંકાગાંધી ને મુક્ત કરવાની માગ કરી રહ્યા છે. પોલીસ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ  ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..
કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..

પ્રિયંકાગાંધી એ કચરો વાળીને કસ્ટડીમાં લેવાનો વિરોધ નોંધાયો હતો

પ્રિયંકાગાંધીએ સોમવારે ગેસ્ટ હાઉસના રૂમમાં કચરો વાળતા હોવાનો વીડિયો જાહેર કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે પ્રિયંકાગાંધી ઝાડુ વડે તેમની અટકાયતનો વિરોધ કરી રહી છે. પ્રિયંકાગાંધી એ સોશિયલ મીડિયા પર લખ્યું, આ ઉપવાસ અન્નદાતાના અધિકાર માટે છે, બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે છે. ભાજપ શાસન આપણા લોકશાહી અને બંધારણીય અધિકારોને કચડી શકતું નથી. ગાંધીજીના માર્ગને અનુસરીને અધિકારો માટેની લડત ચાલુ રહેશે.

  • લખીમપુર અપડેટ્સ 

ભુતપુર્વ કેબીનેટ મંત્રી કોંગ્રેસ નેતા ચી ચિદમ્બરમે કહ્યું છે કે યુપી પોલીસની કાર્યવાહી ગેરકાયદેસર અને શરમજનક છે. ચિદમ્બરમનો દાવો છે કે પ્રિયંકાગાંધી ની સવારે  ૪.૩૦ વાગ્યે પુરુષ પોલીસ કર્મચારીએ અટકાયત કરી હતી. જે ગેરકાયદેસર છે.

ભાજપ શાશીત ગુજરાત મા ખાદી મા માત્ર ૨૦ % વળતર . કોંગ્રેશ શાશીત રાજસ્થાન મા ખાદી મા ૫૦ %વળતર.

પ્રિયંકાગાંધીને મળવા સીતાપુર જઈ રહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલને પોલીસે લખનઉ એરપોર્ટ પર રોક્યા.

કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રા એ કહ્યું કે તેમને એ વાતનો ખ્યાલ નથી કે લખીમપુરની ઘટના કઈ રીતે બની. જે વીડિયો અને ફોટો પ્રકાશમાં આવી રહ્યાં છે, તેમાં દેખાઈ રહ્યું છે કે કારમાંથી નીકળીને ડ્રાઈવરેની હત્યા કરવામાં આવી. જો તે મારો પુત્ર હોત તો તે મૃત્યુ પામત, કારણ કે તે જગ્યાએથી નીકળવું મુશ્કેલ હતું.

વઢવાણ મા બેનર…રસ્તા કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં ટ્રેક્ટર ટ્રોલી આડા મુક્યા છે

હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂત લવપ્રીત સિંહનો પરિવાર હઠે ચડ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ઓટોપ્સી રિપોર્ટ અને આરોપી આશિષ મિશ્રાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRની કોપી તેમને આપવામાં આવશે નહિ ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરીશું નહિ.

કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકાગાંધીની યુપી પોલીસે અટકાયત કરીને તેમને  પીએસીના ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. એમ કહેવાઈ રહ્યું છે. આ ગેસ્ટ હાઉસ પર ડ્રોનથી નજર રખાઈ રહી છે. તેનાથી નારાજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો શરૂ કર્યો છે. કાર્યકર્તાઓએ ગેસ્ટ હાઉસની બહાર બેરિકેડ્સ તોડી નાંખી છે અને નારેબાજી કરી રહ્યાં છે.

પ્રીયંકાગાંધી એ શોશીયલ મીડીયા મા વીડીયો પ્રસ્તુત કરી પ્રધાનમંત્રી ને પુછયા સવાલો…

પ્રિયંકાગાંધી એ સોશિયલ મીડિયા પર વીડીયો પ્રસ્તુત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા છે. તેમણે ખેડૂતોનો જીપથી કચડવાનો વીડિયો શેર કરતા પૂછયું છે કે તમે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવવા લખનઉ આવ્યા છો. તમે લખીમપુર ખીરીનો આ વીડિયો જોયો છે. જેમાં તમારી સરકારના એક મંત્રીના પુત્રની ગાડીની નીચે ખેડૂતો કચડાતા જોવા મળી રહ્યાં છે.

પ્રિયંકાગાંધી એ પીએમને સવાલ કર્યો છે કે મંત્રી અને તેમના પુત્રની અત્યાર સુધીમાં શાં માટે ધરપકડ થઈ નથી ? આ વીડિયોને જોવો અને દેશને બતાવો કે મંત્રીને શાં માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી? અને મારા જેવા વિપક્ષના નેતાઓને કોઈ પણ પ્રકારની FIR વગર શાં માટે અટકાયતમાં રાખવામાં આવ્યા છે? કોંગ્રેસ મહાસચિવે પીએમ મોદીને લખીમપુર આવીને પીડિત ખેડૂતોને મળવાનું કહ્યું છે.

ગુજરાત માં કાર્યરત 40,000થી વધુ આશા વર્કર બહેનો નુ શોષણ અને અન્યાય …

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *