

કાર્ટુન ને ડી.પી.મા મુકી ખેડૂતો નું અનોખું અભિયાન
સંયુક્ત રાષ્ટ્રીય કીશાન મોરચા નાં ભારતબંધના એલાન તા.૨૭/૦૯/૨૦૨૧ નાં રોજ એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત માં પણ ખેડૂતો સક્રિયથયાં હોય તેમ સોશ્યલ મીડિયામાં ખેડૂતો નાં તમામ ગૃપ અને વોટ્સએપ અને ફેસબુક ઉપર ડી.પી. તરીકે જાહેર કરવામાં આવેલ ત્રણ કાર્ટૂન રાખવામાંઆવેલ છે
આ પ્રકાર નો ભારતબંધના એલાનને સમર્થન આપ્યું છે ખેડૂત આગેવાનો દ્વારા વેપારીઓ અને દુકાનદારો ને વિનંતી કરવામાં આવી છે કે આપ પણ ખેડૂતો નાં સમર્થન માં એક દિવસ ધંધા રોજગાર બંધ રાખી સમર્થન જાહેર કરવામાં આવે તેમ ખેડૂત આગેવાનો દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે જે આ ત્રણ કાર્ટૂન બનાવવામાં આવેલ છે તે રાજકોટ નાં જાણીતાં કાર્ટુનિસ્ટ એવાં હેમંત વીરડા તરફથી ખેડૂતો નાં સમર્થન માં બનાવેલ છે જે કાર્ટૂન આજે ખેડૂતો નાં તમામ ગૃપ માં વાયરલ થયાં છે અને દરેક ડી.પી. માં જોવા મળે છે
ગુજરાત માં આવી રીતે સોશ્યલ મીડિયામાં હાલ અનોખો વિરોધ થકી ભારતબંધના એલાનને મોટાપાયે સમર્થન મળી રહ્યું છે આ ત્રણ કાર્ટૂન જોતાં તે ઘણું બધું કહી જાય છે આ બાબતે કાર્ટૂનિસ્ટ હેમંત ભાઈ વીરડા રાજકોટ નો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત નાં ખેડૂતો માટે અને ભારતબંધના એલાનને સફળ બનાવવા માટે મારા ત્રણ કાર્ટૂન ખેતી ખેડૂતો અને પશુપાલકો અને આમજનતાને સ્પર્શતા કાર્ટૂન છે જે એક ખેડૂત માટે બનાવેલ છે


વધારે વાચો – https://freedomjournalism.com/wp/