સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

જિલ્લામાં તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨ તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ એમ

સળંગ ચાર રવિવારનાં રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરાશે.

મતદારોનો તમામ ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા

૧૦૦  ટકા આધાર લિંકેજ માટે અપીલ કરી.

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ

સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કલેકટર કચેરીના સભખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.સી. સંપટે જણાવ્યું હતું કે તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨,

તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ એમ સળંગ ચાર રવિવારનાં રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા

માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે માટે બીએલઓ પોતાના મતદાન મથકો ઉપર ફોર્મ સ્વીકારવા માટે સવારના

૧૦.૦૦ કલાકથી સાંજના ૦૫.૦૦ કલાક સુધી હાજર રહેશે. ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં

મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે

તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ.

તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જે  સાથે જ તા.૧૨/૦૮/૨૦૨૨થી

તા.૧૧/૦૯/૨૦૨૨ દરમ્યાન મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને

વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. આ અરજીઓની તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં

આવશે અને તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.


ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો અને અમને  સમાચાચાર આપવા

માટે મો- ૯૦૩૩૭૨૪૬૨૮ ઉપર સમ્પર્ક કરો… 

નવા મતદાર તરીકે નામ નોંધાવવા હવે ચાર લાયકાતની તારીખો ૧ લી જાન્યુઆરી, ૧ લી એપ્રિલ,

૧ લી જુલાઈ અને ૧ લી ઓક્ટોબર ધ્યાન મા લેવાશે.

વધુમાં કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે અગાઉ નવા મતદાર તરીકે નામ નોંધાવવા દર વર્ષે ૧ લી  જાન્યુઆરીના રોજની લાયકાત

ધ્યાને લેવામાં આવતી હતી. લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ની કલમ ૧૪(બી) કે જે મતદારયાદીમાં નોંધણી માટે મતદારની

યોગ્યતા માટેની લાયકાતની તારીખ સાથે સંબંધિત છે તેમાં સુધારો કરવામાં આવતા હવે ચાર લાયકાતની તારીખો ૧ લી જાન્યુઆરી,

૧ લી એપ્રિલ, ૧ લી જુલાઈ અને ૧ લી ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

મતદાર યાદી ને લગતા વીવીધ પ્રકારના સુધારાઓ માટે ભરવાના થતા ફોર્મ વીશે માહીતી આપવામા આવી…

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદીને લગતા ફોર્મમાં સુધારાઓ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે

ફોર્મ-૬ માત્ર મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધણી કરાવવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે. બિન નિવાસી ભારતીયો

કે જે ભારતના નાગરિક છે પરંતુ શિક્ષણ કે રોજગારના હેતુઓ માટે ભારતની બહાર વસવાટ કરે છે તેઓ ફોર્મ-૬(ક) ભરીને

મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે, મતદાર ઓળખપત્રને આધાર નંબર સાથે લિંક કરાવવા ફોર્મ-૬(ખ) ભરી શકાશે.

હાલની મતદારયાદીમાં નોંધાયેલા નામ કે નામ નોંધણીની અરજી સામે વાંધો ઉઠાવવા માટે તથા મતદારયાદીમાંથી નામ

કમી કરાવવા માટે ફોર્મ-૭નો ઉપયોગ કરવાનો રહેશે. નવા સુધારેલા ફોર્મ-૮નો વિવિધ ચાર હેતુઓ માટે ઉપયોગ કરી શકાશે.

સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું

EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ-૮નો ઉપયોગ કરી શકાશે.

કલેકટર શ્રી ની  કોઈ લાયક વ્યક્તિ મતદાર તરીકે નોંધણી કરાવવામાં બાકી ન રહી જાય તે માટે અપીલ…

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ વિધાનસભામાં  ૭૩૧૯૫૨ પુરૂષ, ૬૬૯૮૩૨ સ્ત્રી એમ મળી કુલ ૧૪૦૧૭૮૪ મતદારો નોંધાયેલા છે.

આ ઉપરાંત, નવા ૦૧  મતદાન મથક  સાથે મતદાન મથકોની કુલ સંખ્યા ૧૫૪૩ થવા  પામી છે. કલેકટરશ્રી એ કોઈ લાયક

વ્યક્તિ મતદાર તરીકે નોંધણી કરાવવામાં બાકી ન રહી જાય તે માટે અપીલ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી એન.મકવાણા, ઈન ચાર્જ નિવાસી

અધિક કલેકટર શ્રી  વી.એન. સરવૈયા, નાયબ માહિતી નિયામકશ્રી, ચૂંટણી મામલતદાર શ્રી

એન.વી. સોજીત્રા તેમજ  પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી…

2 thoughts on “મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version