મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા....

મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા…

મીડીયા ની દલાલી ના કારણે ઉતર પ્રદેશ ના લખીમ પુર ના ખીરી મા બનેલી ઘટના ભારતના આત્મા ને ચીરનારી ઘટના ઘટી છે. ભારતીય મીડીયા ની દલાલી અને ચાટુકારીતા ના કારણે સતા ના નશામા આંધળા થયેલા નેતાઓ અને તેમના સંતાનો દ્વારા શાંતી પુર્વક આંદોલન કરવા વાળા ખેડુતો ની ઉપર મોટરો ચડાવી બેરહેમી કચડી અને નીર્મમ હત્યા કરે છે . અને મીડીયા વેચાઇ ગયુ છે અને એટલા માટે વીપક્ષ ને સવાલ કરે છે.

મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા….

” સહન કરશે ગુજરાત તો ભોગવશે ગુજરાત”

મુખ્ય ધારા ના મીડીયા ના કારણે દેશ બરબાદ થઇ ગયો અને કદાચ આવુજ ચાલ્યુ અને લોકો જાગ્રુત ના થયા તો ગુલામ બનતા વાર નહી લાગે..

ભારતના બધા જ મુખ્યધારા ના મીડીયા હાઉસ વેચાઇ ગયા છે. જે વીતેલા ૬ વર્ષ ના એમના સમાચાર અને કામ કરવાની રીત થી સાબીત થઇ ગયુ છે. ભારત ની અને ભારતના લોકોની બદનસીબી તો જુઓ કે જે પ્રશ્નો સરકાર ને પુછવા જોઇએ એ પ્રષ્નો મીડીયા વીપક્ષ ને પુછે છે.હાલ ખેડુતો ની હત્યા ની બાબત મા પણ પત્રકારો વીપક્ષ ને જ દોષી સાબીત કરવા ની મહેનત કરે છે. શાંતી સુલેહ નો ભંગ અને સમાધાન થઇ ગયુ છે.તેવી બાબતો ઉભી કરી છેલ્લે તો વીપક્ષ ને ગુનેગાર સાબીત કરવાની મહેનત કરે છે.અરે પત્રકારો ડુબી મરો તમારા કુટુમ્બ માથી કોઇ એક બે માણશ ને મોટર નીચે જાણી જોઇ ને કચડી નાખી હત્યા કરશે અને પછી તમારી સાથે થોડા રુપીયા સમાધાન કરશે એટલે શુ ? મામલો પતી ગયો. માફ કરજો ભારત નુ બંધારણ આવી બાબતોની છુટ આપતુ નથી.

કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..

પ્રિયંકા ગાંધી ની સાચા અને મજબુત વીપક્ષ ની ભુમીકા દેશના લોકો એ બીરદાવી..

ભારતના લોકો ના કહેવા મુજબ કોંગ્રેશ પાર્ટી અને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અને બીજી વીપક્ષી પાર્ટી ના નેતાઓ નુ કામકાજ ખુબજ સરાહનીય છે. તેમણે એક જવાબદાર વીપક્ષ તરીકે પીડીતો મળવા જવાની પરવાનગી મળતી નથી પ્રિયંકા ગાંધી ને કસ્ટડી મા લેવામા આવે છે. અને ૩૮ કલાક થવા સુધી પણ જજ સામે રજુ કરવામા આવતા નથી.  અને જેણે પોતાની મોટર થી કચડી ખેડુતો ની નીર્મમ હત્યા કરી એ આશીષ મીશ્રા હજુ ફરાર છે. આ બંધારણ નુ અને કાયદાનુ ઉલ્લંઘન છે. ખરેખર ભારતમા હવે લોકશાહી ખતરા મા જ છે.અને લોકો સમયસર નહી જાગે તો આવનારી પેઢી ને ગુલામ બની ને જીવન જીવવુ પડશે. એ આ ઘટના પરથી લાગી રહ્યુ છે.

કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..

 

 

Leave a Reply

Your email address will not be published.

Exit mobile version