મુંદ્રા ( અદાણી ) બંદર પરથી ૨૧૦૦૦ હજાર કરોડનુ ડ્રગ્સ ( હેરોઇન ) પકડાયુ...

દેશની મહત્વપુર્ણ એજન્સી ડીઆરઆઈએ અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ સ્મગલીંગ પ્રકરણનો મુંદ્રા ( અદાણી ) બંદર પર પર્દાફાશ કર્યા બાદ આખા દેશની નજર આ અંગે ચાલતી તપાસ પર લાગેલી છે. તો અફઘાનિસ્તાન અને તાલીબાનના કનેક્શનના કારણે એનઆઈએ આ તપાસમાં જંપલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાતી હતી, તે વચ્ચે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ઈડી) એ પણ આ અંગે મની લોન્ડરીંગની દિશમાં તપાસની શરૂઆત કરીને જંપલાવી દીધુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અફઘાનિસ્તાનથી આવેલા કન્ટૅનરમાંથી જંગી ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ ઉંઘતા ઝડપાયેલુ મુંદ્રા ( અદાણી ) બંદર કસ્ટમ વિભાગે સોમવારે અફઘાનિસ્તાનથી આવેલા ત્રણ કન્ટૅનર રોકાવ્યા હતા. જેની તપાસ કરતા તેમાંથી હર્બલ ઉપયોગમાં આવતા પ્લાંટ્સ રુટસ, છોડ સહિતની સામગ્રી મળી હતી. પરંતુ તેમાંથી કાંઈ શંકાસ્પદ મળ્યું નહતું.

બીજી તરફ આ પ્રકરણમાં ચેન્નઈથી આયાતકાર દંપતી એમ. સુધાકર અને દુર્ગા વૈશાલીની ધરપકડ કરીને ભુજની જેલ હવાલે કરાયા બાદ, દિલ્હીથી બે અફઘાનિસ્તાની અને અન્ય એક વ્યક્તિની આ પ્રકરણમાં સંડોવણી માટે અટકાયત કરાયાનું સામે આવ્યુ હતું. તો હવે ગાંધીધામથી આ કન્સાઈમેન્ટની બુકિંગ કરનારા ફોરવર્ડીંગ સાથે જોડાયેલા એક શખ્સને પણ તપાસાર્થે રાતોરાત ઉઠાવાયો હોવાનું જાણવા મળે છે. આ સાથે અત્યાર સુધી કુલ અટકાયતનો આંકડો ૬ એ પહોંચ્યો છે અને હજી પણ વધશે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મુંદ્રા ( અદાણી ) બંદર ડ્રગ્સ જપ્તી મામલે નિવેદન આપતા કહ્યું કે ફીલ્મ ઉધોગોમાંથી કોઇ પાસેથી નાનું મોટુ ડ્રગ્સ ઝડપાય તો પણ ભારે હલ્લો થાય છે, પરંતુ આટલા જંગી માત્રામાં મુંદ્રા ( અદાણી ) બંદર થી જથ્થો ઝડપાયો તો પણ કેમ ગુજરાત થી આવતા રાષ્ટ્રીય નેતાઓ કાંઈ નથી કહેતા?

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: