રશીયા ના સૈનિકો ૨૪ કલાકથી ચેર્નિહાવમાં હવાઈ હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓમાં ૪૭ લોકોના મોત થયા છે.
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રુશ માં નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. હવે રુશ માં સેના વિરુદ્ધ ખોટા સમાચાર પ્રકાશિત કરવા બદલ ૧૫ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વખત હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો બ્રિટનના સમાચાર પત્ર The Timesએ કર્યો છે.
યુક્રેનનો દાવો- રુશ ની સેનાએ ઝાયટોમીર શહેરમાં બીજી એક શાળાને બોમ્બથી ઉડાવી દીધી, અત્યાર સુધીમાં ૨૫ શાળાઓમાં બોમ્બ ફેંક્યા.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને યુક્રેનમાં ન્યૂક્લિયર પ્લાન્ટ પરના હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમર્જન્સી બેઠક બોલાવવાની માગ કરી છે.
બ્રિટિશ પીએમ જોનસને રુશ ના રાષ્ટ્રપતિ પુતિન પર ઝેપોરિઝિઝ્યા પર હુમલા બાદ સમગ્ર યુરોપને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારની યુરોપને અપીલ- યુદ્ધનો અંત લાવવા આગળ આવો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રુશ -યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુક્રેનમાંથી ભારતીયોનું સ્થળાંતર અને ત્યાંની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને એન એસ એ અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.
Googleઅને TripAdvisorએ બેલારુસ, રુશ અને યુક્રેનમાં નકશા, રેસ્ટોરાં, હોટલની સમીક્ષા કરતા યુદ્ધ સમાચારને બ્લોક કર્યા છે.
રુશ ની સેનાએ ખેરસોનમાં ટીવી ટાવર પર કબજો કરી લીધો છે.
અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામે રુશ ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની હત્યાની માગ કરી છે.
બાઈડનનો મોટો નિર્ણય, રુશ ના ૫૦ થી વધુ દિગ્ગજોને અમેરીકા ના વિઝા નહીં મળે.
બાઈડન પ્રશાસને યુક્રેનને ૧૦ બિલિયન ડોલર (લગભગ ૭૫ હજાર ૯૧૧ કરોડ રૂપિયા)ની મદદ આપવા માટે યુએસ કોંગ્રેસને પ્રસ્તાવ મોકલ્યો છે. પરવાનગી મળ્યા બાદ આ રકમ યુક્રેન મોકલવામાં આવશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પુતિનને તાત્કાલિક યુદ્ધ બંધ કરવા અને સૈનિકોને પાછા ફરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. ઝેલેન્સ્કીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રુશ અને યુક્રેન વચ્ચેની બીજા રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ.
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, કિવની હોસ્પિટલમાં દાખલ
Hiii
[…] આ પણ વાચો – રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટ્સ….. […]
[…] આ પણ વાચો – રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટ્સ….. […]
[…] રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટ્સ….. […]