રુશ અને યુક્રેન યુદ્ધમાં પહેલીવાર નાટો ની એન્ટ્રી...

રુશ અને યુક્રેન યુદ્ધમાં પહેલીવાર નાટો ની એન્ટ્રી…

રુશ અને યુક્રેન યુદ્ધમાં પહેલીવાર નાટો ની એન્ટ્રી થઇ છે. રુશ  યુક્રેન યુદ્ધનો આજે ૩૦  મો દિવસ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ગુરુવારે આ મામલે બ્રુસેલ્સમાં નાટો સમિટને સંબોધિત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘જો રુશ ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો નાટો તેનો જવાબ આપશે. રુશ  જેવા પ્રકારના હથિયારનો ઉપયોગ કરશે, નાટો તેવા જ પ્રકારના હથિયારથી જવાબ આપશે.

રુશ યુક્રેન યુદ્ધ
રુશ યુક્રેન યુદ્ધ

નાટોની ચાઇના ને સ્પસ્ટ વાત રુશ ને મદદ કરવાના પરીણામો ભોગવવા પડશે.

આ સાથે જ સમિટ બાદ બાઇડને મીડિયાને કહ્યું કે, ‘ચાઇના ને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જો તેઓ રુશ ને મદદ કરશે તો તેને પણ ગંભીર આર્થિક પરિણામો ભોગવવા પડશે. અમે તેમને ધમકી આપી નથી, પરંતુ ચાઇના ના રાષ્ટ્રપતિ રુશ ને મદદ કરવાના પરિણામો સારી રીતે જાણે છે.

આ પણ વાકો – ukrain crisiss/ રુશ-યુક્રેન યુદ્ધ ની હકીકત . શા માટે યુક્રેન માં રુશી સેનાની ધીમી ગતિ ? અસલી કારણ અમેરિકા….

યુક્રેને રુશની વોરશીપ ઓર્સ્ક ને ધ્વસ્ત કરી…

યુક્રેને એક રુશની  શિપ- ઓર્સ્કને ધ્વસ્ત કરી દીધી છે. આ શિપ મારિયુપોલમાં ઉપસ્થિત રુશની  સૈનિકોને હથિયાર પહોંચાડવા માટે જઈ રહ્યું હતું. રિપોટ્સ મુજબ રુશ ના સૈનિકોએ યુક્રેનના શહેર ઈઝ્યુમ પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો છે.

Russia-Ukraine crisis latest updates
Russia-Ukraine crisis latest updates

અત્યાર સુધીની અપડેટ્સ….

રુશની  હુમલામાં અત્યાર સુધીમાં રાજધાની કિવમાં ૭૫ નાગરિકોના મોત થયા છે અને ૩૦૭ લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકોમાં ચાર બાળકો પણ છે.

રુશની  સેનાએ કિવથી ઇવાનો-ફ્રેન્કિવસ્ક જતી ટ્રેન પર ગોળીબાર કર્યો હતો. જો કે, કોઈ જાનહાનિ થઈ ન હતી.

વિદેશી જહાજોને યુક્રેનના બંદરોમાંથી બહાર કાઢવા માટે રુશ  બ્લેક સીના વિસ્તારમાં એક હ્યુમન કોરિડોર રૂટ ખોલશે.

જી – ૭  દેશોએ રુશ ની સેન્ટ્રલ બેંકને વ્યવહારોમાં સોનાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો.

યુક્રેનની ફોર્સનો દાવો છે કે, રુશ  ૯ મી મે સુધીમાં યુદ્ધનો અંત લાવવા માંગે છે, કારણ કે રુશ માં આ દિવસને બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ જુઓ – ukrain crisiss / રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટસ….

One thought on “રુશ અને યુક્રેન યુદ્ધમાં પહેલીવાર નાટો ની એન્ટ્રી…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: