સુરેન્દ્રનગર જિલ્લામાં એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે
તા.૦૪ જુને થશે મતગણતરી.
અર્ધલશ્કરી દળોની ૧૦૭ કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી…..
મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયાના
બે કલાક સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ.
ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે મતગણતરી પ્રક્રિયા
તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે
કરવામાં આવશે. મતગણતરીની આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તથા કાયદો-વ્યવસ્થા
તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.સી.સંપટ દ્વારા મતગણતરી
કેન્દ્ર આસપાસના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી ભારે વાહનો માટે
પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.
તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ સવારે ૦૬.૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થયા
બાદ બે કલાક સુધી કોઈ પણ ભારે વાહનો અવરજવર કરી શકશે નહી.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગરની
આસપાસના તમામ રસ્તાઓ પર તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ સવારે ૦૬.૦૦ કલાકથી મતગણતરી
પૂર્ણ થયા બાદ બે કલાક સુધી કોઈ પણ ભારે વાહનો અવરજવર કરી શકશે નહી.
ફાયર ફાઈટર/એમ્બ્યુલન્સ તથા અધિકૃત કરેલા વાહનોને આ
જાહેરનામું લાગુ પડશે નહી.
સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર/એમ્બ્યુલન્સ તથા અન્ય આકસ્મિક સેવા પૂરી
પાડતા વાહનો તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી, સુરેન્દ્રનગર દ્વારા
અધિકૃત કરેલા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહી.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:-