વઢવાણ વીધાન સભા સીટ ના લેખા જોખા…
ગુજરાત ચુટણી – ૨૦૨૨ મા ૬૨ – વઢવાણ વીધાન સભાની સીટ ભાજપ માટે સીક્યોર સીટ ગણાય છે.
પરંતુ આ ચૂટણી મા લોકચર્ચા મા જોવા મળતી બાબતો ના કારણે એવુ લાગી રહ્યુ છે. કે આ સીટ હવે
ભાજપ માટે સીક્યોર રહી નથી. તો આવો સમજીએ લોકો એવુ તો શુ કહી રહ્યા છે. કે વર્ષો થી ભાજપ
ની સીક્યોર ગણાતી સીટ હવે ભાજપ માટે સેફ નથી. અને જો થોડી પણ બેદરકારી રાખવામા આવે તો
સીટ ભાજપના હાથ માથી જઇ શકે છે.
મોંઘવારી ના મુદ્દે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન.
લોકમુખે ચર્ચાતા મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.
૧ ) લોકો માટે મોઘવારી સૌથી અગત્યનો મુદ્દો છે. એવુ હાલ જણાય રહ્યુ છે.
૨ ) કોંગ્રેશ ના ઉમેદવાર ની સ્વચ્છ છ્બી ઉપરાંત યુવાનો મા લોકપ્રીયતા પણ એક કારણ.
૩ ) વર્તમાન ધારાસભ્ય ની અત્યંત ખરાબ કામગીરી ના કારણે લોકો નારાજ.
૪ ) નગરપાલીકાના ભાજપના સભ્યો ની કામ ના કરવાની નીતી પણ એક
શહેરી મતદારો ને સ્પર્શતો મુખ્ય મુદ્દો છે.
૫ ) આંતરીક જુથવાદ ના કારણે સીટ હારવાની પુરી શક્યતા.
લોકો માટે મોઘવારી સૌથી અગત્યનો મુદ્દો છે. એવુ હાલ જણાય રહ્યુ છે.
આ ચુટણી મા મોંઘવારી અને બેરોજગારી ઉપર લોકો સખત નારજગી દર્શાવી રહ્યા છે.
લોકો ને ગેસ નો બાટલો ૧૦૭૫ મા રુપીયામા પોસાતો નથી. તેલનો દબ્બો ૩૨૦૦ રુપીયા મા
પોસાતો નથી. પેટ્રોલ અને ડીજલ ૧૦૦ રુપીયા નજીક છે. જે લોકો ને પોસાતા નથી. અને પરીણામ
સ્વરુપ આજે ગુજરાત દરેક નાગરીક જાહેરમા ભાજપ વીરુદ્ધ સ્પસ્ટ નીવેદનો આપે છે. જે વઢવાણ
ની સીટ ની હાર જીત માટે એક અગત્યનુ પાસુ છે.




કોંગ્રેશ ના ઉમેદવાર ની સ્વચ્છ છ્બી ઉપરાંત યુવાનો મા લોકપ્રીયતા પણ એક કારણ.
આ વખતની ચુટણી મા કોંગ્રેશ દ્વારા યુવાન અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર તરુણ ગઢવી ને ટીકીટ અપાતા
ભાજપ માટે કપરા ચઢાણ છે.એવુ સ્પસ્ટ જણાય છે. જો કે ભાજપ ના ઉમેદવાર પણ સ્વચ્છ છબી ધરાવે પણ પરંતુ
ભાજપના ઉમેદવાર ને કયાક ને કયાક ભાજપ ના નગરાપાલીકા ના તેમજ અન્ય લાયકાત વગરના માણશો ની
નાકામી નડી રહી છે. જ્યારી સામે પક્ષે કોંગ્રેશ મા તરુણ ગઢવી ને ખાશ કરીને ઓ બી સી સમાજ,એસ સી-એસ ટી અને
અન્ય સમાજ ના યુવાનો મા સારો પ્રતીસાદ મળી રહ્યો છે. જે જોતા આ વખતે કોંગ્રેશ ના ઉમેદવાર ની સ્વચ્છ છ્બી ઉપરાંત
યુવાનો મા લોકપ્રીયતા ભાજપ માટે ખતરો લાગી રહ્યો છે.
વર્તમાન ધારાસભ્ય ની અત્યંત ખરાબ કામગીરી ના કારણે લોકો નારાજ.
ભાજપના હાલના ધરાસભ્ય ધનજી ભાઇ પટેલ દ્વારા કોઇ કામગીરી કરવામા આવી નથી. એવુ લોકો સ્પસ્ટ
માની રહ્યા છે. અને એના કારણે સ્વચ્છ છબી ધરાવનાર હાલના ઉમેદવાર જગદીશભાઇ મકવાણા ને નુકશાન
થઇ રહ્યાનુ હાલ દેખાઇ રહ્યુ છે. ધનજી ભાઇ ના ખાસ માણશ દ્વારા વણકર સમાજ ના ધંધા ને નુકશાન
કરવાના ઇરાદાથી છેલ્લા એક વર્ષ થી જે પ્રવ્રુતી ચલાવવામા આવી રહી છે. તેના કારણે અને હાલ એ જ
ખાસ માણશ ને ભાજપ દ્વારા કાર્યકર્તા બનાવતા વણકર સમાજમા એવો સંદેશ ગયો છે કે આ બધુ ભાજપ
કરાવતી હતી. જેના કારણે છેલી ત્રણ ચુટણી થી ભાજપ ની સાથે રહેલી વફાદાર વોટબેંક મા મોટુ ગાબડુ પડી શકે છે.
નગરપાલીકાના ભાજપના સભ્યોની કામ ના કરવાની નીતી શહેરી મતદારો ને સ્પર્શતો મુખ્ય મુદ્દો.
વઢવાણ વીધાનસભા મતવીસ્તાર મા આવતા શહેરી વીસ્તાર મા આ ચુટણી મા લોકો નગરપાલીકા ના ચુટાયેલા
સભ્યો થી ખુબજ નારાજ છે. શહેર ના પછાત સમાજ ના વીસ્તાર મા કોઇ કામગીરી જ કરવામા આવી નથી.
એવુ લોકો કહી રહ્યા છે. જેમા મુખ્યત્વે વોર્ડ – ૧૧ મા આવતો ગણપતી વીસ્તાર કે જ્યા લગભગ ૬૦૦૦ થી ૮૦૦૦
મતદાર છે. ભાજપના નગરપાલીકાના ચુટાયેલા સભ્ય શ્રી અને માજી પ્રમુખ શ્રી એવા પ્રભુદાશ ડી રાઠોડ થી લોકો
ખુબજ નારાજ છે. અને લોકો જણાવી રહ્યા છે કે પ્રભુદાશ રાઠોડ જો ગણપતી મા ભાજપ નો પ્રચાર કરવા આવે તો
જાહેરમા સવાલો કરવા છે. અને ચોખ્ખુ કહેવુ છે. કે પ્રભુદાશ રાઠોડ ના કારણે અમે આવખતે ભાજપ ને મત આપવાના નથી.
આંતરીક જુથવાદ ના કારણે સીટ હારવાની પુરી શક્યતા.
વઢવાણ વીધાનસભા સીટ ઉપર જે રીતે જીગ્યાબેન ને ઉમેદવાર જાહેર કરવામા આવ્યા બાદ એમની જગ્યા
એ જગદીશભાઇ ને જાહેર કરવા આવ્યા તેના કારણે જૈન સમાજ અને બ્રામણ સમાજ પણ આ વખતે અંદરથી
નારાજ છે. જે જુથવાદ હાલ અંદરખાને કામ કરવા લાગ્યો છે. અને સ્વચ્છ છબી ધરાવનાર જગદીશ ભાઇ ને
ઘણા મતો નુ નુકશાન કરી શકે છે.
[…] વઢવાણ ની સીટ ના લેખા જોખા… […]