ચરખા પર હાથ અજમાવતા શ્રી વડાપ્રધા શ્રી નરેંદ્રભાઇ મોદી.ચરખા પર હાથ અજમાવતા શ્રી વડાપ્રધા શ્રી નરેંદ્રભાઇ મોદી.

વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે

વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ

રેકોર્ડ બનાવી સમગ્ર દેશને આત્મનિર્ભરતાનો સંદેશો આપ્યો.અને ગુજરાત ફરી એકવાર નવો

કિર્તીમાન સ્થાપી બાપુ ની વિરાસત એવી ખાદી ના ક્ષેત્ર મા નામના મેળવી હતી.

વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

ખાદી એ સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી.

ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ – વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી.

વડાપ્રધાનશ્રીએ બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલ ચરખો કાંત્યો.

વડાપ્રધાનશ્રીએ ખાદી કારીગરો સાથે તલસ્પર્શી સંવાદ સાધીને લોકલ ફોર વોકલની પ્રેરણા આપી.

વર્ષ 1920 થી અત્યાર સુધીની “ચરખા ઉત્ક્રાંતિ” દર્શાવતા 22 જેટલા ચરખાનું પ્રદર્શન નિહાળ્યું.

લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના નવીન કાર્યાલય ભવનનું ઇ-લોકાર્પણ.

-: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના વક્તવ્ય ના મુખ્ય અંશ :-

જે સુતરના તાંતણાએ ગુલામીની જંજીરો તોડી એ જ ખાદીનો તાર વિકસિત-આત્મનિર્ભર

ભારત નિર્માણનો પ્રેરણાસ્ત્રોત બનશે.

 ખાદીને ‘લોકલથી ગ્લોબલ’ માર્કેટ આપવાની દિશામાં દેશ આગળ વધ્યો છે.

 દેશમાં 8 વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે 1.75 કરોડ નવી રોજગારીનું સર્જન થયું છે.

ગુજરાતના ગ્રીન ખાદી અભિયાનની પહેલ પ્રસંશનીય.

ચરખા કાંતણ એક પ્રકારની યૌગિક સાધના.

: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ના વકતવ્ય ના મુખ્ય અંશ. :

ગાંધી, ખાદી, ચરખો અને સાબરમતીનો પરસ્પર અતૂટ નાતો છે.

ભારતે વિશ્વને સ્વરાજ્યથી સુરાજ્યની એક નવી કાર્યસંસ્કૃતિ બતાવી છે.

ગુજરાતમાં બે દશકમાં ખાદી વેચાણ રૂ. ૩૮ કરોડથી રૂ. ૩૬૭ કરોડ થયું.

ખાદી આપણી વિરાસત છે અને આપણે સૌએ તેનું ગૌરવગાન કરવાનું છે.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી

કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી

ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી

કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે.

 

સસ્ટેનેબલ ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ ખાદી.
સસ્ટેનેબલ ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ ખાદી.

વડાપ્રધાનશ્રી એ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતુ કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે છે

તેવા સમયે ખાદી સસ્ટેનેબલ ક્લોધિંગ પુરવાર થાય તેમ છે. સાથે સાથે ખાદીએ ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ

ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

સાબરમતીના તટ ખાતે ખાદી ઉત્સવમાં 7500 જેટલા ખાદી કારીગરોએ એકસાથે ચરખો કાંત્યો હતો.

જ્યારે વડાપ્રધાનશ્રીએ બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલ ચરખો કાંતીને પ્રેરણાત્મક સંદેશો

પાઠવીને ખાદી કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો.

ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કાર્યાલય ભવનનું પણ ઇ-લોકાર્પણ.
ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કાર્યાલય ભવનનું પણ ઇ-લોકાર્પણ.

ખાદી ગ્રામોદ્યોગ

અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ દ્વારા અટલજીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી
અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ દ્વારા અટલજીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી

અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ દ્વારા અટલજીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી

વડાપ્રધાનશ્રીએ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટ ખાતે રૂ. 74 કરોડના ખર્ચે

નવનિર્મિત આઇકોનિક અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ કરીને અમદાવાદીઓને નવા

નઝરાણાની ભેટ ધરી હતી. તેમણે સાબરમતી રિવરફ્રંટ પર નવનિર્મિત અટલ બ્રિજ સાબરમતી

નદી કે નદીના બે કિનારાને જોડવા ઉપરાંત ડિઝાઇન અને ઇનોવેશનમાં અભૂતપૂર્વ હોવાનું

જણાવી અટલજી અને ગુજરાતના પ્રસિદ્ધ પતંગ મહોત્વનું સમન્વય હોવાનું પણ ઉમેર્યું હતુ.

અટલ બ્રિજનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતુ કે, વર્ષ 1996માં અટલજી ગાંધીનગર લોકસભાની

ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા હતા . આ બ્રિજના નિર્માણ દ્વારા અટલજીને ભાવભિની શ્રદ્ધાંજલિ

આપવામાં આવી છે.

બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શાળ ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર ભાઇ પટેલ…

વડાપ્રધાનશ્રીએ ખાદીને વૈશ્વિક બનાવવાની પહેલ કરી.

તેમણે જણાવ્યુ હતુ કે, વિશ્વમાં વધુ તાપમાન ધરાવતા દેશમાં ખાદી શ્રેષ્ઠ વસ્ત્ર પુરવાર થાય તેમ છે

ત્યારે વિશ્વના ગ્લોબલ માર્કેટમાં ખાદીની ઊંચી માંગ છે તેને પગલે ખાદી સાથે જોડાયેલા લોકો માટે

વિશાળ તકો સર્જાવાની છે. ખાદી આજે લોકલથી ગ્લોબલના પથ પર આગળ વધી ચૂકી હોવાનું

તેમણે કહ્યું હતુ. વડાપ્રધાનશ્રીએ ખાદીને વૈશ્વિક બનાવવાની પહેલ કરતા અનુરોધ કર્યો હતો કે,

રાજ્ય અને દેશના લોકો આગામી તહેવારોમાં ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવાયેલા ઉત્પાદનો ઉપહાર

તરીકે અન્યને ભેટ સ્વરૂપે આપે તે સમયની માંગ છે, એટલું જ નહીં વિદેશ જતા લોકો પણ ખાદીના

ઉત્પાદનો ભેટ તરીકે સાથે લઇ જાય તે પણ જરૂરી છે, તેનાથી વિદેશની ધરતી પર ખાદી વધુ પ્રચલિત બનશે.

અર્ધલશ્કરી દળોની ૧૦૭  કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી…..

ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ – વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી.

જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે તે દેશ નવો ઇતિહાસ રચી શકતો નથી તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે,

ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ છે. ત્યારે કેન્દ્ર સરકારે ખાદીના પ્રોત્સાહન માટે અનેક પ્રયાસો

હાથ ધર્યા છે. ગુજરાત સરકાર પણ તે જ દિશામાં આગળ વધી રહી છે તે પ્રશંસનીય છે.

ચરખા પર હાથ અજમાવતા શ્રી વડાપ્રધા શ્રી નરેંદ્રભાઇ મોદી.
ચરખા પર હાથ અજમાવતા શ્રી વડાપ્રધા શ્રી નરેંદ્રભાઇ મોદી.

વડાપ્રધાનશ્રી એ આ પ્રસંગે સ્વયંમ ચરખો કાંત્યો.

વડાપ્રધાનશ્રી એ આ પ્રસંગે સ્વયંમ ચરખો કાંત્યા બાદ જણાવ્યું હતું કે, ચરખો કાંતવાની ક્ષણ મને મારા

બાળપણમાં લઇ જાય છે. તેમણે કહ્યું હતુ કે,મારા માતાજી પણ આર્થિક ઉપાર્જન માટે સૂતર કાંતતા હતા

તે દૃશ્યોનું આજે મને પુન:સ્મરણ થયું છે. સુતર કાંતણને યૌગિક આરાધના સાથે સરખાવતા તેમણે કહ્યું કે,

ભક્ત જેમ ભગવાનની પૂજા કરવા જે સામગ્રીનો ઉપયોગ કરે છે તે જ રીતે સુતર કાંતણ એવી જ સાધના છે.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની ધડકન બનેલા ચરખાનું કાંતણ જેવા સ્પંદનનો અનુભવ સાબરમતીના તટ પર થયો છે.

સુતરનો તાંતણો આઝાદીના આંદોલનની તાકાત બન્યો હોવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, એક ખાદીના તારે

ગુલામીની જંજીરો તોડી નાંખી હતી. એ જ તાંતણો આજે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત નિર્માણનો

પ્રેરણાસ્ત્રોત બનશે.

“ગુજરાતમાં ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન”

ખાદીને જીવંત બનાવવાનું કામ ગુજરાતે કર્યું હોવાનું ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, અગાઉ

“ગુજરાતમાં ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન”નો સંકલ્પ લીધો હતો. આજે તેમાં

‘ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન’ ને જોડ્યું છે જેનો વિશ્વ સ્તરે પ્રતિસાદ મળી રહ્યો છે. દેશભરમાં

ખાદી સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનું કહી તેમણે  આજે દેશના

ટોપ ફેશન બ્રાન્ડ ખાદી સાથે જોડાઇ રહ્યાં હોવાનું ઉમેર્યું હતું.  ગુજરાતમાં બહેનોમાં ઉદ્યમિતાની

ભાવના રહેલી હોવાનું જણાવી એક દશક પહેલા બહેનોના સશક્તિકરણ માટે શરૂ કરાયેલ મિશન

મંગલમ હેઠળ આજે 2 લાખ 60 હજારથી વધુ સ્વસહાય જૂથો બન્યા છે. જેમાં 26 લાખથી વધુ

ગ્રામીણ મહિલાઓ જોડાઇને ડબલ એન્જિન સરકારની ડબલ મદદથી સશક્ત બની છે. દેશની

મહિલાઓ મહત્તમ સંખ્યામાં રોજગારમાં જોડાય તે માટે મુદ્રા યોજનાનો લાભ લેવા તેમણે અનુરોધ

કર્યો હતો.

ગુજરાત ના મ્ખ્યમંત્રી શ્રી નુ આકર્ષક વકતવ્ય.   
ગુજરાત ના મ્ખ્યમંત્રી શ્રી નુ આકર્ષક વકતવ્ય.

ગુજરાત ના મ્ખ્યમંત્રી શ્રી નુ આકર્ષક વકતવ્ય.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી

આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ, સ્વતંત્રતાના-સ્વરાજ્યના ૭પ વર્ષ ઉજવી અમૃતકાળમાં પ્રવેશી

રહ્યો છે. દેશની સ્વતંત્રતા માટેનો આઝાદીનો જંગ ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક

આંદોલન તરીકે ઇતિહાસમાં અમર થઇ ગયો છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજની ભાવના જનજનમાં જગાડી

અને ખાદી-સુતરના તાંતણે દેશવાસીઓને એકજૂટ કર્યા. એટલું જ નહીં, ગાંધીજીએ ચરખાને, અંત્યોદયથી

સર્વોદયને સાકાર કરવાનું માધ્યમ પણ બનાવ્યો હતો.

ગાંધી, ખાદી, ચરખો અને સાબરમતીનો પરસ્પર અતૂટ નાતો.

ગાંધી, ખાદી, ચરખો અને સાબરમતીનો પરસ્પર અતૂટ નાતો હોવાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે,

મહાત્મા ગાંધીજીએ સુતરને તાંતણે-ખાદીના સહારે સ્વરાજ્ય અપાવ્યું. આજે ખાદી, વણાટ અને કાંતણ સાથે

જોડાયેલા સાડા સાત હજાર જેટલા કારીગરોએ અંબર-ચરખો ચલાવી ગાંધી યુગના સંભારણા તાજા કર્યા છે.

આઝાદીના અમૃતકાળમાં આપણે એક આત્મનિર્ભર, શક્તિશાળી દેશ તરીકે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં

વિશ્વમાં આગળ વધી રહ્યા છીએ. ભારતે વિશ્વને સ્વરાજ્યથી સુરાજ્યની એક નવી કાર્યસંસ્કૃતિ બતાવી છે.

દેશમાં હવે ખાદી કલ્ચર આકાર પામ્યું છે. આઝાદી મેળવવામાં મહત્વના માધ્યમ એવા  ખાદી અને ખાદી

ગ્રામોદ્યોગ ક્ષેત્ર આઝાદી પછી દશકો સુધી ઉપેક્ષિત રહ્યા, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં

દેશમાં ખાદી ઉદ્યોગને રિફોર્મ અને રિવાઈવ કરવાના અનેક સફળ પ્રયાસ થયા છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ખાદીના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા અનેક નવતર

પગલા લીધા હોવાનું જણાવી ડબલ એન્જીન સરકારથી મળતો લાભ ગુજરાતના આવા નાના-મોટા કુટિર ઉદ્યોગો,

કારીગરો, અંત્યોદય સૌને મળે છે. રાજ્યમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ૧૫ હજાર જેટલા કારીગરોને ઘરેબેઠાં અંબર

ચરખા અને હાથશાળ મારફતે રોજગારી પૂરી પાડે છે.

ખાદીની આ વિરાસત ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ અતિ ઉપયોગી

નિવડવાની છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં ખાદીના કારીગરોની સંખ્યા ર૦ હજાર જેટલી છે, ત્યારે રાજ્ય સરકાર ખાદી કાંતનાર-વણનાર કારીગરોને

વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય ચૂકવે છે. આ યોજનાઓના પરિણામે ખાદીનું ઉત્પાદન રૂ. ૩૯ કરોડ વધીને રૂ. ર૦૬

કરોડનું થયુ છે. ખાદીનું વેચાણ વધે તે માટે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ખાદીની ખરીદી પર વળતરનો લાભ

પણ આપીએ છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યમાં ખાદીનું વેચાણ રૂ. ૩૮ કરોડથી વધીને રૂ. ૩૬૭ કરોડે પહોંચ્યું છે. ખાદી આપણી

વિરાસત છે અને આપણે સૌએ તેનું ગૌરવ ગાન કરવાનું છે.સાથે સાથે ખાદીની આ વિરાસત ભારતને વિકસિત રાષ્ટ્ર

બનાવવામાં પણ અતિ ઉપયોગી નિવડવાની છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ની ગૌરવ ગાથા મા વધુ એક ઐતીહાસીક ઘટના ઉમેરાઇ.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખાદી કમીશનના અધીકારી શ્રી સંજય હેડાઉ,રાજેશ બાકડે, સમીરભાઇ,અશ્વીનભાઇ,

ગગન મહાવર,અને અન્ય સ્ટાફ ના તમામ કર્મચારી ગણ દ્વારા  સખત કઠોર પરીશ્રમ કરવામા આવ્યો અને પરીણામ સ્વરુપ

આજે ગુજરાત નુ નામ વિશ્વ મા ફરી એકવાર “”ન ભુતો ન ભવિશ્યતી  “” એવો વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500

ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવી રોશન કર્યુ. અને ગુજરાત ની ગૌરવ ગાથા મા વધુ એક કિર્તીમાન ઉમેરાયુ.

 

3 thoughts on “વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *