ગુજરાત વાળી થવાની પ્રબળ આશંકાગુજરાત વાળી થવાની પ્રબળ આશંકા

પંજાબ ના મુખ્ય મંત્રી ના રાજીનામા બાદ પંજાબનાં રાજકારણમાં હલચલ

પંજાબ ના મુખ્ય મંત્રી ના રાજીનામા બાદ પંજાબનાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પંજાબની કમાન કોને મળશે તેના પર સસ્પેન્સ છે. પંજાબનાં નવા મુખ્યમંત્રીની રેસમાં ત્રણ પાત્રોનાં નામ છે, જ્યારે ધારાસભ્ય સુખજિંદર સિંહ રંધાવાનું નામ નાયબ મુખ્યમંત્રી માટે આગળ છે. આપને જણાવી દઇએ કે, સુખજિંદર સિંહ રંધાવા નથી ઈચ્છતા કે સુનીલ જાખર ને પંજાબનાં મુખ્યમંત્રી બનાવવામાં આવે. રંધાવાએ જાટ-શીખ નેતા બનાવવાની માંગ ઉભી કરી છે, જ્યારે એક હિન્દુને ધારાસભ્ય પક્ષનાં નેતા બનાવવાનો વાંધો નોંધાવ્યો છે. જ્યારે જાખરનું નામ પંજાબનાં મુખ્યમંત્રીની રેસમાં છે, ત્યારે અંબિકા સોનીને હાઇકમાન્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી અને રાજ્યસભામાં પંજાબનું પ્રતિનિધિત્વ કરી રહેલી અંબિકા સોનીએ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.

બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુએ હાઈકમાન્ડ સમક્ષ પંજાબનાં મુખ્યમંત્રી પદ  માટે દાવો રજૂ કર્યો છે. અત્યારે માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે, પંજાબનાં મુખ્ય મંત્રી  પદ પર કોણ બેસશે તેના પર તમામની નજર છે.  અને  કેપ્ટન અમરિંદર સિંહ ના રાજીનામાના ચોવીસ  કલાક બાદ  કોંગ્રેસે અંતે નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરી લીધુ છે એવુ સુત્રો ના હવાલા થી જાણવા મળી રહ્યુ છે. થોડી વાર મા  આ અંગેની જાહેરાત થાય તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે સુખજિંદર સિંહ રંધાવાના નામ પર સહમતિ બની ગઈ છે. આ બાબતે રાહુલ ગાંધીના ઘરે બેઠક ચાલી રહી હતી, જેમાં અંબિકા સોની પણ હાજર રહ્યાં હતા. અંબિકા સોનીનું નામ પણ મુખ્યમંત્રી  પદના પ્રમુખ દાવેદાર તરીકે પ્રકાશમાં આવ્યું હતું. જોકે તેમણે પોતે જ ઓફર ઠુકરાવી દીધી હતી. સાથે જ સલાહ આપી કે પંજાબમાં મુખ્યમંત્રી નો ચહેરો કોઈ શીખ  હોવો જોઈએ, નહિતર પંજાબમાં કોંગ્રેસ પડી શકે છે.

આ વચ્ચે નવજોત સિદ્ધૂ એ પણ મુખ્યમંત્રી પદની દાવેદારી કરી છે.
જો કે તેઓ પહેલેથી જ રેસમાં હોવાનું માનવામાં આવે છે પરંતુ હવે તેમનો દાવો વધુ મજબૂત જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સુનીલ જાખડ અને સુખવિંદર રંધાવા પણ રેસમાં સામેલ છે.

સુખજિંદર રંધાવાએ કહ્યું કે મુખ્યમંત્રી ચહેરાની પસંદગીનો અધિકાર હાઈકમાન્ડને આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આવાનાર બે થી ત્રણ  કલાકમાં નવા ચહેરાની જાહેરાત થઈ જશે. આ સિવાય નવજોત સિદ્ધૂ અને સંગઠન મહાસચિવ પરગટ સિંહ પણ હોટલમાં ઓબ્ઝર્વર અને પંજાબ પ્રભારી સાથે બેઠક કરી રહ્યાં છે.

વધારે વાચો  – સુખજિંદર રંધાવા બની શકે છે નવા મુખ્યમંત્રી મોવડી મંડળે નક્કી કર્યું નામ, થોડીવારમાં થશે જાહેરાત

નવુ વાચો –  https://freedomjournalism.com/wp/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version