સુરતની નીશાળ માં વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણી કરનાર આચાર્ય ની ધરપકડ.

ગુનો નોંધાયા પહેલાં જ ફરાર થઈ ગયો હતો.

પત્ની પણ શીક્ષક.

સુરતમાં પુણા ગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નીશાળ માં વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતીય સતામણી

કરવાના મામલે પુણા પોલીસે આચાર્ય ને શનિવારે મોડીરાતે પકડી પાડ્યો છે. આચાર્ય  નિશાંતકુમાર વ્યાસ સુરતમાં

કોઈને મળવા માટે આવ્યો હતો. આ અંગેની બાતમી પુણા પોલીસને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી ઘર પાસેથી

આચાર્ય  નિશાંતકુમાર વ્યાસને પોલીસે પકડી પાડી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી આચાર્યની પત્ની પણ શીક્ષક  છે.

વિશ્વપ્રસિધ્‍ધ તરણેતર ભાતીગળ લોકમેળા નુ આયોજન ૩૦ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર….

ફરીયાદ થયાના બે દિવસ પહેલા નાશી ગયો હતો.

પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નીશાળ માં ૧૪  વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે વર્ષ ૨૦૧૮ માં જાતીય સતામણી કરી હતી.

નીશાળ નો આચાર્ય નિશાંત વ્યાસે પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો. પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે

પોતાનો ફોન શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો. આચાર્ય ની સાથે 5 થી 7 વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરી કેબિનમાં દોડાવતા હતા.

વિદ્યાર્થીના કપડા પણ સંતાડી દેવાયા હતા. અગાઉ આરોપી સામે ગુનો દાખલ થયો તેના બે દિવસ પહેલા તે ઘરેથી ભાગી ગયો હતો.

હર ઘર તિરંગા અભિયાન..જિલ્લામાં 5 લાખથી વધુ તિરંગા લહેરાવાશે.

 જે રૂમમાં બનાવ બન્યો તેની પોલીસે  તપાસ કરી પુરાવા એકત્ર કર્યા.

આરોપી નિશાંત વ્યાસ સુમુલ ડેરી રોડ પર આવેલા નિલકંઠેશ્વર સોસાયટીમાં રહે છે અને તેની પત્ની પણ શીક્ષક  છે. પોલીસે જે રૂમમાં બનાવ

બન્યો તેની પણ તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા. પુણા પોલીસે નિશાંતને તે ના ઘર બહારથી પકડી પાડ્યો હતો.

પોક્સો એકટની કલમો  મુજબ ગુનો  નોંધાયો.

આરોપી આચાર્ય  નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક નીશાળ ની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. પુણા પોલીસમાં

પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે આચાર્ય  નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ

(રહે,નિલકંઠશ્વેર સોસા,સુમુલ ડેરી રોડ) સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતા. ગુનો દાખલ થયાના બે દિવસ પહેલાં જ

આચાર્ય  નિશાંતકુમાર ઘરેથી ભાગી ગયો હતો.

લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા પશુઓ ની હેરફેર,વેપાર,અને મેળાઓ ઉપર પ્રતીબંધ…..

આચાર્યના કહેવાથી અમુક  વિદ્યાર્થીઓએ વીડિયો બનાવ્યો બે વીડિયોમાં આચાર્ય  પણ દેખાય છે

એક વીડિયો આશરે ૫૦ સેકન્ડ અને બીજો એક બે  મિનિટનો છે. એક વીડિયોમાં સ્ટાફ રૂમ જેવા ખંડમાં બાળકને

સંપૂર્ણ નગ્ન કરી તેના હાથ-પગ જકડી બળજબરીનો પ્રયાસ કરાય છે. આ દ્રશ્યમાં યુનિફોર્મ પહેરેલા બાળક સહિત

અન્યોના ચહેરા દેખાઇ આવે છે. આચાર્ય  પણ દેખાય છે. પુણામાં રહેતા ૧૪  વર્ષના વિદ્યાર્થી જેને પ્રિન્સીપાલે નગ્ન કર્યો હતો

તેની પૂછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે વીડિયો ૩ થી ૪ વર્ષ જૂનો છે. તે વખતે આચાર્ય  નિશાંતના કહેવાથી અમુક

વિદ્યાર્થીઓએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો.

આશરે ૨૦૦ થી વધારે વીડિયો હોવાનું સામે આવ્યું.

પુણા પોલીસે અરજી ને આધારે સમિતિની તપાસ સમિતિને પોલીસ મથકે તેડાવી છે. તપાસ સમિતિએ કરેલી અરજીમાં જે  ૨૦૦ થી વધારે

વીડિયો સામે આવ્યાં છે તેમાં કરાયેલી પ્રાથમિક તપાસમાં બાળકો સાથે જાતિય સતામણી અંગેની ઘટના અંશતઃ પુરવાર થઇ રહી છે.

તેથી આ અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરાઈ છે.

One thought on “સુરત માં વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણી કરનાર આચાર્ય ની ધરપકડ.”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: