સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર

સુરેંદ્રનગર નો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવા એક ફૂટ બાકી, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક કર્યા

ભોગાવો નદી માં અવરજવર ન કરવા પ્રશાસન વિભાગે સૂચના આપી

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના અનુસંધાને તાલુકાના તમામ સંકલનના અધિકારીઓએ હેડક્વાટર પર હાજર રહેવું. તથા તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને સીટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે સોંપાયેલ ફરજ બજાવવા પૂર્વ તૈયારીમાં રહેવું.ધોળીધજા ડેમ ૯૦ % ભરાઇ ગયેલ છે જો આ પ્રમાણે પાણીની આવક ચાલુ રહી તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે.

ગુજરાત મા ”ગુલાબ ” વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે..

જો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થાય તો તાત્કાલિક નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવા.સ્થળાંતર માટે ની પૂર્વ તૈયારી કરાવી રાખવી અને જરૂર જણાય તાત્કાલિક સ્થળાંતર કરવું.જો કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય તો આપના વિસ્તારના કોઝવે અવર-જવર માટે બંધ કરી પોલીસ બંદોબસ્ત મૂકવો જેથી કોઈ જાનહાનિ થાય નહીં તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચિફ ઓફિસરશ્રી તથા મામલતદાર શ્રી ઓ એ નિચાણવાળા સીટી વિસ્તાર/ ગામોની  ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે બનાવેલી કમિટી મેમ્બરો તથા પોલીસ સાથે સંપર્કમાં રહેવું… રેસ્ક્યુ ટીમો તૈયાર રાખવી…. સ્થળાંતર માટેની જરૂરી પૂર્વ તૈયારી કરી રાખવી…

हो सकता है एक बार फीर कोंग्रेश बीजेपी के जाल मे फस गइ. पंजाब मे..

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: