સુરેન્દ્રનગરવાસીઓ ને નગરપાલિકાને મહાનગરપાલિકા ની ભેટ..
નવા વર્ષના પ્રથમ દિવસે પહેલી જાન્યુઆરીએ ગુજરાત ની ભાજપ સરકારની કેબિનેટ બેઠક મળી હતી.
આ બેઠકમાં રાજ્યમાં નવ નગરપાલિકાને મહા નગરપાલિકા તરીકે મંજૂરી અપાઈ છે. મહેસાણા, ગાંધીધામ,
વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને હવે મહા નગરપાલિકાનો દરજ્જો
અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ નગરોના રહેવાસીઓની માગ હતી, જેથી લોકોમાં ખુશીનો માહોલ છે.
લાખોનાં ખર્ચે થતું ઓપરેશન આયુષ્માન કાર્ડની મદદથી મારે મફત થયું – સેજલબેન ભરવાડ
ગુજરાત સરકાર ની ગુજરાતીઓને નવાવર્ષની ભેટ..
આ નગર પાલિકાઓને મહા નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી ગુજરાત
સરકારગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપી છે. સૂત્રોના મતે, રાજ્યમાં ૮૫ પાલિકાની ચૂંટણીઓ
યોજાવવાની હતી, પરંતુ જો નવ પાલિકાને મહા નગરપાલિકાનો દરજ્જો અપાતા ઘણાં વહીવટી
ફેરફાર થઈ શકે છે કારણ કે, નવી મહા નગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે.
આ જોતાં ૬૦ પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી પણ શક્યતા છે.
ડેરી નો પુલ તા.૨૧/૧૨/૨૦૨૪ થી તા.૦૪/૦૧/૨૦૨૫ સુધી તમામ વાહનો માટે બંધ.
પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ.સોલંકી ની નિમણૂક.
ગુજરાત સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગરવાસીઓને નગરપાલિકાને મહાનગરપાલિકા
તરીકેની જાહેરાત કરી સત્તાવાર નોટિફિકેશન પાઠવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા જાહેર થતાં જ
ગુજરાત સરકારદ્વારા મ્યુનિસિપલ કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓ જી.એસ.સોલંકીને નિમણૂક
કરવામાં આવી છે.
રાહુલ ગાંધી પર 20 થી વધારે કેસ..
પ્રથમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અર્જુનભાઇ ચાવડાની નિમણૂક.
અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે એ.આર.ચાવડાની નિમણૂક કરવામાં આવી છે
અને મહાનગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે એસ.કે.કટારાની નિમણૂક કરાવામાં આવી છે. મહાનગરપાલિકા
જાહેર થયાના બીજે દિવસે જિલ્લા કલેકટર કે.સી.સંપટે પાલિકા કચેરી આવી નિયમ મુજબ વહિવટદાર તરીકે
ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ પાલિકાના ચીફ ઓફીસર, એન્જીનીયર, અધિકારીઓ, કર્મચારીઓ
સાથે બેઠક યોજી હતી. કલેક્ટરે મહાનગરપાલિકા જાહેર થયા બાદ નવા મિમાંકન, રોડ, ટેક્ષનું માળખું, રસ્તા, સફાઈ
સહિતના કામો, આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરી હતી. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર,
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ચાર્જ સંભાળશે.
જિલ્લા કલેકટર કે.સી.સંપટે વહિવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો.
મહાનગરપાલિકા જાહેર થયાના બીજે દિવસે જિલ્લા કલેકટર કે.સી.સંપટે પાલિકા કચેરી આવી નિયમ મુજબ વહિવટદાર તરીકે
ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ પાલિકાના ચીફ ઓફીસર, એન્જીનીયર, અધિકારીઓ, કર્મચારીઓ
સાથે બેઠક યોજી હતી. કલેક્ટરે મહાનગરપાલિકા જાહેર થયા બાદ નવા મિમાંકન, રોડ, ટેક્ષનું માળખું, રસ્તા, સફાઈ
સહિતના કામો, આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરી હતી.
[…] […]