સુરેન્દ્રનગર

 સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ, સેવા સુશાસન કાર્યક્રમ યોજાશે….

આવતીકાલે સવારે ૧૦:૦૦ કલાકેથી  પંડિત દિન દયાલ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે ….

કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા  સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે.

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઇ રહેલા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આવતી કાલે સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ, સેવા સુશાસન જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

પંડિત દિનદયાલ હોલ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ તથા આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી બબુબેન પાંચાણી સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિવિધ લાભાર્થીલક્ષી યોજના દ્વારા પ્રાપ્ત થયેલ જીવનધોરણની સુગમતાને સમજવી અને યોજનામાં સુધારા માટેના સૂચનો મેળવવા, વધુ લાભોની પ્રાપ્તિ માટે વધુ કન્વર્જન્સની શકયતા ચકાસવાનો છે.

આ સંવાદ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પોષણ અભિયાન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિતની જુદી જુદી ૧૩ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી…

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: