સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો…..

સુરેન્દ્રનગરમાં પંડિત દિન દયાળ ટાઉન હૉલ ખાતે જિલ્લા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબૂબેન પાંચાણી અને વઢવાણના ઘારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કેશ ક્રેડિટ કેમ્પ દરમ્યાન ૨૪૫ સ્વસહાય જુથોને રૂપિયા ૨.૪૫ કરોડનું ઘિરાણ કરાયું….

સુરેન્દ્રનગરમાં પંડિત દિન દયાળ ટાઉન હૉલ ખાતે જિલ્લા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પમાં ૨૪૫ સ્વ સહાય જૂથોને રૂપિયા ૨.૪૫ કરોડની ધિરાણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબૂબેન પાંચાણી અને વઢવાણના ઘારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઘારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બહેનો બચત કરવાનું અને પોતાના પાસે રહેલા પૈસાનું ખૂબ જ ચીવટપૂર્વક ખર્ચ કરવાનું કૌશલ્ય ધરાવે છે. બહેનો કેશ ક્રેડિટનો સારી રીતે ઉપયોગ કરી પગભર થઈ પોતાની અને પરિવારની આર્થિક સ્થિતિ  બહેતર બનાવવામાં સફળ થશે તેવો વિશ્વાસ તેમણે વ્ય્ક્ત કર્યો હતો.

બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શાળ ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર ભાઇ પટેલ…

કુલ ૪૫૩ અરજીઓ મંજુર કરવામા આવી…

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી દર્શનાબેન ભગલાણીએ કેમ્પના આયોજન વિશે  જણાવ્યું હતું કે કેમ્પમાં કુલ ૭૯૭ અરજીઓ સ્પોન્સર કરવામાં આવી હતી. જેમાંથી ૪૫૩ અરજીઓ મંજુર કરવામાં આવી હતી. કેમ્પમાં પ્રથમ દિવસે ૨૪૫ સ્વ સહાય જુથોને રૂપિયા ૨.૪૫ કરોડની ધિરાણ સહાય વિતરીત કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંક સખી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા કુલ ૯ બહેનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બહેનોએ પોતાની કામગીરી અને તેનાથી તેમના જીવનમાં આવેલ બદલાવો અંગે વાત કરી હતી.

 કેમ્પમાં વઢવાણ ના પુર્વ ધારાસભ્ય વર્ષાબેન  સુ.નગર નગરપાલિકા પ્રમુખશ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય સહિતના અગ્રણીઓ,  જિલ્લા કલેકટરશ્રી કે. સી. સંપટ, જી. એલ.પી.સી. જનરલ મેનેજરશ્રી અજયકુમાર સોલંકી, તેમજ લીડ બેંક મેનેજરશ્રી અમિતભાઈ પરમાર,RSETI નિયામકશ્રી પવનકુમાર ગોર, તેમજ અગ્રણી બેન્કર્સ મહાનુભાવો અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા..

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી.

One thought on “સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો…..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *