સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ….

 બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ નો લાભ લેવા માટે ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ૩૧ જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

નાયબ બાગાયત નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લાના ખેડુતો આઇ-ખેડુત પોર્ટલ માં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે,ફળપાકોના વાવેતર, પપૈયા,ટીસ્યુ ખારેક,ટીસ્યુ કેળ ફુલ પાકોના વાવેતર, બાગાયતી યાંત્રીકરણ સાધનો – ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર,સ્વયં સંચાલીત મશીનરી ,પેકીંગમટીરીયલ્સ , મહિલા તાલીમાર્થીઓ ને વૃતિકા જેવા વિવિધ ઘટકો માટે તા:- ૧૨/૦૭/૨૦૨૨ થી ૩૧/૦૭/૨૦૨૨ સુધી ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે.    “અનુબંધમ” વેબપોર્ટલ પર નોંધણી કરાવવા જોગ….   ઓનલાઇન અરજી થયા બાદ અરજીની નકલ, જરૂરી પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી ૨૦૮, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરવાની રહેશે એમ યાદીમાં જણાવેલ છે.

ખુબજ ટુંક સમય મા લોંચ થઇ રહી છે અમારી ઉપરોક્ત  યુ ટયુબ અને ફેસબુક પર સમાચાર ચેનલ જેને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો…અમને તમારા વિસ્તાર ના સમાચાર આપો અમારા WHATSAPP NO. 9033724628  ઉપર..

કમલમ ફળ  (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાયની યોજના…

બાગાયત ખાતાની કમલમ ફળ  (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાય નો લાભ લેવા માટે  ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ૦૮ ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી  શકાશે…

નાયબ બાગાયત નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ’ ના વાવેતરનો વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની કમલમ ફળ  (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાય નો કાર્યક્રમની નવી યોજના અમલી બનાવાઇ છે. આ યોજનાનો  લાભ લેવા માંગતા ખેડુતો માટે  તા:- ૦૯/૦૭/૨૦૨૨ થી ૦૮/૦૮/૨૦૨૨ સુધી ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી થયા બાદ અરજીની નકલ, જરૂરી પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી ૨૦૮, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરવાની રહેશે એમ યાદીમાં જણાવેલ છે.

 

ખુબજ ટુંક સમય મા લોંચ થઇ રહી છે અમારી ઉપરોક્ત  યુ ટયુબ અને ફેસબુક પર સમાચાર ચેનલ જેને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો…અમને તમારા વિસ્તાર ના સમાચાર આપો અમારા WHATSAPP NO. 9033724628  ઉપર..

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર  ના સૌજન્ય થી..

 

 

One thought on “સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ….”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: