સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરાશે

સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અન્વયે ૬૦ દસાડા (અ.જા), ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા અને ૬૪-ધ્રાંગધ્રા વિધાનસભા મતદાર વિભાગની ૧ ઓક્ટોબર, ૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરાવવાનું થાય છે.

જે અન્વયે મતદાન મથકદીઠ મતદારોની સંખ્યા નિયમોનુસાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મહત્તમ ૧૫૦૦ મતદારોથી વધારે હોય તથા જે તે મતદાન મથક જર્જરીત હાલતમાં હોય, શાળા બંધ હોવાથી કે અન્યત્ર સ્થળાંતર થવાથી કે અન્ય હેતુસર ઉપયોગ થવાથી મતદાન મથક તરીકે તેનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય તો મતદાન મથકનું સ્થળાંતર કરવાની ચૂંટણીપંચની સુચનાને ધ્યાને લઈ નવા મતદાન મથકની રચના કરવા બાબતે  ૬૦ દસાડા (અ.જા), ૬૧ લીંબડી, ૬૨ વઢવાણ, ૬૩ ચોટીલા અને ૬૪ ધ્રાંગધ્રાના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રીએ મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત તૈયાર કરી નવી સુધારેલ મતદાન મથકની યાદી નિયત કરેલ જાહેર સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેની જાહેર જનતાને નોંધ લેવા અને તેની સામે વાંધા સુચનો હોય તો દિન – ૭ માં સક્ષમ અધિકારીશ્રી પાસે રજૂ કરવા યાદીમાં જણાવાયું છે.


એકનાથ શિંદે  પાસે બહુમતી છે, પરંતુ સત્તાનો માર્ગ મુશ્કેલ…..

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી….

 

 

2 thoughts on “સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *