હિન્દ-પેસિફિક મહાસાગરમાં ચાઇના ની યુ એસ એ ના મિત્ર દેશોને ધાકધમકી......

ભારત-દ. કોરિયાના ‘ફાઈવ આઈઝ’માં જોડાવાના પ્રસ્તાવથી ડ્રેગન ભડક્યું.ચાઇના ની દ. કોરિયાને ધમકી, દબદબો ઘટતો જોઈને દબાણની વ્યૂહનીતિ અપનાવી છે. હિન્દ-પ્રશાંત મહાસાગરમાં સ્થાનિક રાજકીય હરીફાઈ બગડતી જોતા જ મધ્યમ કદના દેશો પર એક જૂથ પસંદ કરવાનું દબાણ વધી ગયું છે. આ દબાણ દક્ષિણ કોરિયા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ૧૯૫૦ના  – ૫૩ કોરિયન યુદ્ધ પછી દક્ષિણ કોરિયા યુ એસ એ ની ખૂબ નજીક છે.

US Army apologizes for drone strike kills 10 Afghans, including 7 children

હિન્દ-પેસિફિક મહાસાગરમાં ચાઇના ની યુ એસ એ ના મિત્ર દેશોને ધાકધમકી......
હિન્દ-પેસિફિક મહાસાગરમાં ચાઇના ની યુ એસ એ ના મિત્ર દેશોને ધાકધમકી……

વિદેશી સંબંધોના નિષ્ણાતો નો મત….

અહીં યુ એસ એ ની સેનાનાં વિવિધ થાણાં પણ છે, પરંતુ આર્થિક હિતોના કારણે તે પાડોશી ચાઇના ની પણ નજીક છે. વિદેશી સંબંધોના નિષ્ણાતોનું કહેવું છે કે બેજિંગની ઈચ્છા યુ એસ એ ના મિત્રદેશોને પોતાની તરફ કરવાની છે. આવું ચાઇના  ખુલ્લેઆમ કરે છે અને તે માટે કોઈ દેશને ધાકધમકી આપતા પણ તે ખચકાતું નથી. ચાઇના ના વિદેશમંત્રી વાંગ યી ગયા મહિને દક્ષિણ કોરિયા ગયા હતા. દક્ષિણ કોરિયાને આશા હતી કે ચાઇના  ઉત્તર કોરિયા પર વાતચીત કરીને દબાણ ઊભું કરે અને તેને પરમાણુ હથિયારો વિકસાવવાના કાર્યક્રમો બંધ કરવા રાજી કરી લે. આ બેઠકો વખતે ખબર પડી કે વાંગનો એજન્ડા જુદો છે.

અફઘાનીસ્તાન પછી ચાઇના અને પાકીસ્તાન નુ નેકસ્ટ ટાર્ગેટ ભારત ?

ચાઇના ના વિદેશમંત્રી વાંગ યી નો એજંડા….

એ વખતે વાંગે વ્યૂહાત્મક અંદાજમાં કહ્યું કે, બંને દેશનાં હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે વાંગને મીડિયાએ સવાલ કર્યા ત્યારે તેમણે યુ એસ એ -ચાઇના ના બગડતા સંબંધ વચ્ચે દ. કોરિયાનું વલણ કેવું હોવું જોઈએ એ વિશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘તમારે કયા દેશ સાથે રહેવું જોઈએ, તે નિર્ણય કરવો જ પડશે.’ વાંગે પાંચ દેશ યુ એસ એ , બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડાના ઈન્ટેલિજન્સ ગઠબંધન ‘ફાઈવ આઈઝ’માં દક્ષિણ કોરિયા સહિત ભારત, જાપાન અને જર્મનીને જોડવાના અમેરિકન પ્રસ્તાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ચીને કહ્યું કે, આ જૂથમાં ચાઇના ના પાડોશી દેશોને સામેલ કરવાથી અમારા દબદબાને નુકસાન થશે.

British magazine reports Akhundzada’s assassination of Taliban supreme leader, Mullah Baradar hostage …

ચાઇના  દ. કોરિયાને આર્થિક રીતે નબળું પાડી રહ્યું છે

થાડની તહેનાતી હટાવવાની ના પાડ્યા પછી ચીને તેના નાગરિકોને દ. કોરિયા જવા પર પ્રતિબંધ લગાવી દીધો, જેથી તેના પ્રવાસન પર ભારે અસર પડી. બેજિંગે કોરિયાના ગાયકોની વેબસાઈટો પણ પ્રતિબંધિત કરી દીધી. સિયોલની ટ્રૉય યુનિવર્સિટીના પરિસરમાં આંતરરાષ્ટ્રીય સંબંધના પ્રો. ડેનિયલ પિંક્સ્ટન કહે છે કે, દ. કોરિયા અસહજ છે. તેઓ ચિંતિત છે કે તેણે દુનિયાની કઈ મહાશક્તિ સાથે રહેવું જોઈએ!

One thought on “હિન્દ-પેસિફિક મહાસાગરમાં ચાઇના ની યુ એસ એ ના મિત્ર દેશોને ધાકધમકી……”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: