હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી......હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી......

હીંદુ ખતરામા… મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી……

                     જે ગુજરાત મોડલ ઉપર દેશની જનતા એ ખોબલે ને ખોબલે મત આપી મોદી સાહેબ ને કેંદ્ર ની સતા મા બેસાડ્યા એ મોદી સાહેબ ના ગુજરાત મા

આજના યુગ મા ૨૦૨૧ મા પણ જાતીવાદ ચરમ પર છે અને આજ ગુજરાત ના બોટાદ ના માંડવધાર ગામ મા ગુજરાત ના દલીત ધારાસભ્ય જીગનેશ મેવાણી

ની હાજરી મા ગામના હોટ્લો વાળા, વાળ કાપવા વાળા અને સોડા  ની દુકાન વાળા ને ત્યા રુબરુ જઇ ને તપાસ કરતા, દલીતો ની સાથે જાતીગત ભેદભાવ

રાખવામા આવે છે એ ઓન વીડીઓ મા પ્રુફ થયુ છે તે ગુજરાત માટે અને ગુજરાત ની સરકાર માટે અને મોદી સાહેબ માટે ખુબજ શરમજનક બાબત છે,

આ ઘટના થી એ વાત સાબીત થઇ કે ગુજરાત ના ગ્રામ્ય વીસ્તાર મા હજુ પણ દલીતો સાથે છુઆછુત એટલે આભડસેટ રાખવામા આવે છે અને દલીતો ને

હોટેલો મા  ઉજળીયાત વર્ગના લોકો સાથે બેસી ને જમવા આપવામા આવતુ નથી, હજામ ની દુકાને દલીતો ના બાલ દાઢી કરવામા આવતા નથી. ઠંડા

પીણાની દુકાનો પર દલીતો માટે અલગ વાસણ રાખવાની પ્રથા રાખવામા આવે છે.

હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી......
હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી……

 

ફેસબૂક પર પુરો વીડીયો જુઓ : –     બોટાદ ના માન્ડવધાર ગામ મા જાતીવાદ

અને એટલે હુ કહુ છુ કે હીંદુ ખતરામા છે. પોતાના અંદરના જાતીવાદ થી… નહી મુસ્લીમો કે બીજા કોઇ થી.

આ વીડીયો ફેસબૂક પર જોયા બાદ મનમા થયુ કે ભારત ૧૧૦૦ વરસ ગુલામ રહ્યુ તેનુ કારણ આ જ તો ન હતુ ને ? કારણ કે જેણે માણસનુ સર્જન કર્યુ તેણે કોઇ જ ભેદભાવ નથી રાખ્યો. બધાના લોહી નો રંગ લાલ જ છે. તો પછી હીંદુ ધર્મમા આવા ભેદભાવ કેમ ? આવા ઘણા સવાલ થયા. જે મા ના થોડા સવાલો ના જવાબો મારા વ્યક્તીગત મત મુજબ આવા છે.

સવાલ : –  ભારત ૧૧૦૦ વરસ ગુલામ રહ્યુ તેનુ કારણ શુ હતુ ?

જવાબ : –  આ સવાલ નો જવાબ શોધવા ઘણુ બધુ વાચન કરતા ભારત ૧૧૦૦ વરસ ગુલામ રહેવા પાછળનુ જો કોઇ મજબુત કારણ મને સમજાણૂ હોય તો તે વખત ની જાતીવાદી વ્યવસ્થા જ છે. તેવુ ઇતીહાશ ના વાચન બાદ સમજાય છે. ગુલામીના એ ૧૧૦૦ કે તેના થી થોડા વધારે કે થોડા ઓછા વરસ દરમીયાન જે કોઇ આક્રમણૉ થયા એ સમય મા, એ સમયની જાતીવાદી વ્યવ્સ્થા મુજબ દલીતો ને હથીયાર ધારણ કરવાનો કે લડવાનો અધીકાર ન હતો. અને પરીણામ સ્વરુપ ૧૧૦૦ કે તેના થી થોડા વધારે કે થોડા ઓછા વરસ દરમીયાન જે કોઇ આક્રમણૉ થયા એમા ભારત ગુલામ થયુ. અને વીદેશી આક્રમણખોરો એ ભારત ઉપર રાજ કરી. પ્રજા ઉપર અત્યાચારો કરી દેશ ને લુટ્યો.

સવાલ : –   ભવીષ્યમા ભારત ના ગુલામ બનવાની શક્યતા ખરી ?

જવાબ : – હા.. ખરેખર આ વાત લખવી પણ ગમતી નથી પણ ભવીષ્ય તો આ જ હોય તેમ મને લાગે છે. કારણ કે આજે આપણે દેશ ની પ્રગતી ની, અને  બીજી ઘણી બધી વાતો કરીએ છીએ, પણ ભારતીય સમાજ મા ખાસ કરીને હીંદુ સમાજ મા જે જાતીવાદ છે તેના વીશે ખુલી ને વાત પણ કરતા નથી, અને આવી દેશ માટે અને હીંદુ સમાજ માટે અત્યંત ઘાતક બાબત વીશે આપણે જરા પણ સચેત નથી. વીચારો આ દેશ ઉપર નજીક ના ભવીષ્ય મા ચીન કે બીજી કોઇ વીદેશી તાકત દ્વારા હુમલો કરવામા આવે, અને ભારત મા હીંદુ સમાજમા આવા જાતીગત ભેદભાવ નો લાભ ઉઠાવી” ભાગલા પાડો અને રાજ કરો ” ની નીતી થી ભારત ને ગુલામ બનાવે તો ? જો આવનારા ભવીષ્યમા ભારત ગુલામ બને તો નવાઇ નહી. એવુ મને લાગે છે.

ફેસબૂક પર પુરો વીડીયો જુઓ : –   બોટાદ ના માન્ડવધાર ગામ મા જાતીવાદ

 

 

One thought on “હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી……”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *