યોગ દીવસ

૨૧  જુન  આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન અંગે કલેકટરશ્રીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ…

વધુને વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું..

આગામી તા. ૨૧  જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં યોગ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેનાં સુચારૂ આયોજન માટે સંબંધિત અધિકારીઓ સાથે કલેકટરશ્રી કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને  જિલ્લા સેવાસદન ખાતે બેઠક યોજાઇ હતી.

કલેક્ટરશ્રી દ્વારા યોગ દિવસની   ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ ઉજવણીનાં આયોજન માટે વિગતવાર માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવ્યા…

કલેક્ટરશ્રી દ્વારા યોગ દિવસની   ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ ઉજવણીનાં આયોજન માટે વિગતવાર માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવ્યા હતા. તેમણે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા વધુને વધુ યોગ શિબિરમાં ભાગ લે અને યોગ સંબંધિત જાગરૂકતા વધુને વધુ લોકોમાં પ્રસરે તે દિશામાં કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન-નિર્દેશ આપ્યા હતા.

રાશન કાર્ડ મા મળતા અનાજ સંદર્ભે વઢવાણ ની જનતા જોગ…

આ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંબોધનનું રાજ્યભરના જિલ્લાઓમાં જીવંત પ્રસારણ થશે…..

મિટિંગમાં હાજર વિવિધ અધિકારીશ્રીઓ તથા યોગ સાથે સંકડાયેલ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, યોગ કોચ, યોગ કો-ઓર્ડિનેટર વગેરેની ભૂમિકા સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, દેશના ૧.૨૫ કરોડ લોકો આ કાર્યક્રમમાં જોડવાના છે તથા આરોગ્યવિષયક લોક જાગૃતિ આવે તથા યોગ દ્વારા સ્વાસ્થ્ય સુધારા માટે લોકો પ્રવૃત થાય તે માટે ‘માનવતા માટે યોગ YOGA FOR HUMANITY થીમથી ગ્રામ્યકક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, શાળા, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, વગેરે આ આયોજનમાં સહભાગી બની ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવવા માટે કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંબોધનનું રાજ્યભરના જિલ્લાઓમાં જીવંત પ્રસારણ થશે.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી, ડીઆરડીએ નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી, રમતગમત અધિકારીશ્રી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *