૨૦૨૨ ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યોને પડતા મૂકી નવાને ટિકિટ મળી શકે છે

૭૩મો વન મહોત્સવની ઉજવણી આગામી તા.૧૨મી ઓગસ્ટના રોજ

સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ ખાતે યોજાશે: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

૭૩ મો વન મહોત્સવ સુંરેન્દ્રનગર ના ધોળી ધજા ડેમ ખાતે આગામી યોજાશે.

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વનવિસ્તાર વધે અને વૃક્ષો પત્યે નાગરિકોમાં લોક જાગૃતિ કેળવાય તે આશયયથી જિલ્લા મથકો એ વન મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું અને અનેક વનોનું લોકાર્પણ કર્યું છે. જેના ભાગરૂપે આ વર્ષનો ૭૩ મો વન મહોત્સવ સુંરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમ ખાતે આગામી ૧૨મી ઓગસ્ટના રોજ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંસ્કૃતિક વન- વટેશ્વર વનનું લોકાર્પણ કરાશે.

મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ૭૫ જેટલા નમોવનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે.

પ્રવકતા મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, ધોળીધજા ડેમ ખાતેથી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ૭૫ જેટલા નમોવનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે.જિલ્લા મથકોએ યોજાનારા જિલ્લાકક્ષાના કાર્યક્રમો જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ ના અધ્યક્ષસ્થાને યોજાશે.જિલ્લા મથકોએ વિનામૂલ્પે રોપાઓનું વિતરણ પણ કરાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ કરાશે.

તેમણે ઉમેર્યુ કે, “વટેશ્વર વન” ની સ્થાપના ધોળીધજા ડેમ અને વડવાળા મંદિરની નજીક કરવામાં આવી રહી છે. આ વનનુ નિર્માણ આયુષ ઔષધીઓ આધારિત છે. આ વનમાં અદાજે ૭૫૦૦૦ જેટલા રોપાઓનુ વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લા મથકોએ જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ ના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાશે: જિલ્લા મથકોએ રોપાઓનું વિતરણ કરાશે.

તેમણે ઉમેર્યું કે, વનવિકાસ અને વનસંવર્ધનના ક્ષેત્રમાં દેશભરના અગ્રેસર રાજયોમાંનું એક આપણું ગુજરાત રાજય છે. ગુજરાતે અનેક ક્ષેત્રે પહેલ કરી દેશને એક નવી રાહ ચીંધીં છે. રાજયની પ્રજાનો ઉત્સાહ અને સહયોગ અદ્રિતીય રહ્યો છે.રાજયમાં ૧૦.૩૫ કરોડ વૃક્ષો વાવેતર વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

ગુજરાત રાજ્યનું વન વિભાગ વૃક્ષો અને વનો જાળવવા, વૃક્ષ આચ્છાદિત વિસ્તારને વધારવા માટે ખૂબ સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વન વિભાગની સામુહિક યોજનાઓ, મારફતે શાળા અને કોલેજોના કંપાઉન્ડમાં, સરકારી, ખાનગી અને બિન સરકારી સંસ્થાઓના મેદાનમાં,સ્મશાનની જગ્યા ઉપર, તળાવો અને સરોવર ઉપર, રસ્તા, રેલ્વે તથા નહેરકાંઠા પર વનીકરણ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું છે.

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: