ગણપતી ફાટસર બ્રીજ બનાવવાની જાહેરાત થઇ હતી તે લોલી પોપ નીકળી ?

સુરેંદ્રનગર વઢવાણ નુ નજીકનુ એક માત્ર પર્યટન સ્થળ એટલે વઢવાણ મા આવેલ ગણપતી ફાટસર નુ મંદીર. જ્યા દર મંગળવારે અને રવીવારે હજારો દર્શનાર્થીઓ ચાલતા દર્શને આવે છે..આ મંદીર રાજકોટ બાયપાશ રોડ પર આવેલા ગણપતી ફાટસર વીસ્તાર મા આવેલુ છે. જ્યા રેલવે ફાટક છે. મંદીર મા હજારો દર્શનાર્થી ભક્તો ની ભીડ આવન જાવન કરતી હોઇ આ ફાટક પર સખત ટ્રાફીક રહે છે.

૨૨ થી વધારે ટ્રેઇન આવન જાવન કરતી હોય ફાટક બંધ થતા અતીશય ટ્રાફીક થાય છે…

આ રેલ્વે લાઇન ભાવનગર બાજુ જતી હોઇ દરરોજ ૨૨ થી વધારે ટ્રેઇન આવન જાવન કરતી હોય જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે છેક દેરી સુધી અને આ બાજુ બાયપાસ રોડ પર છેક એક કીલોમીટર સુધી ટ્રાફીક થતો હોઇ. ઘણા લામ્બા સમયથી સરકાર પાસે સુરેંદ્રનગર અને વઢવાણ ની ભક્તગણ જનતા અને સ્થાનીક રહેવાશીઓ ની માગણી અંડરબ્રીજ અથવા ઓવર બ્રીજ બનાવવાની છે.

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ….

જનતાનો  કટાક્ષ ભર્યો સવાલ ગણપતી ફાટસર બ્રીજ બનાવવાની જાહેરાત થઇ હતી તે લોલી પોપ હતી ?

જેને અનુસંધાને ગત વીધાનસભા ચુટણી ટાણે સરકાર દ્વારા ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત થઇ હતી. જે જાહેરાત મુજબ કામ શરુ ના થતા જનતા સરકાર ને વ્યંગ કરતા સવાલ કરે છે કે ગણપતી ફાટસર બ્રીજ બનાવવાની જાહેરાત થઇ હતી તે લોલી પોપ હતી ? અવાર નવાર છાપા મા પણ આ બાબતે જનતા ના સવાલો ને લઇ સમાચાર છપાયા છતા તંત્ર હજી ઘોર નીંદ્રામા જ ઉંઘે છે.એવુ સુરેંદ્રનગર વઢવાણ ની ભકતગણ જનતા મા લોકચર્ચાએ આ મુદ્દો છે…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *