ગુજરાત મા ભાજપ ની નવી સરકાર મા મંત્રી બનેલા ક્રુષી મંત્રી રાઘવજી પટેલ આકરા પાણીએ......ગુજરાત મા ભાજપ ની નવી સરકાર મા મંત્રી બનેલા ક્રુષી મંત્રી રાઘવજી પટેલ આકરા પાણીએ......

જામનગર મા ભાજપના જ કાર્યક્રમમાં રાઘવજીએ કહ્યું હતું, ‘જુના સમયનાં સહાયનાં ધોરણો સુધારવાં પડશે, તો જ લોકોને લાગશે કે સરકારે કંઈક મદદ કરી’

૨૦૧૫  માં બહાર પાડેલા ખેતી સહાય પરિપત્રને સુધારવા કૃષિમંત્રી અધિકારીને તાકીદ કરી

અસરગ્રસ્ત ખેડૂતોને મળતી સહાય વધારાશે: રાઘવજી પટેલ

જો માછીમારો માટે સહાયની રકમ વધી શકતી હોય તો ખેડૂતો માટે પણ વધવી જોઈએ- રાઘવજી પટેલ

જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે પાક, ખેતીની જમીન અને પશુઓને નુકસાન થયું છે, ત્યારે તાજેતરમાં જ કૃષિમંત્રીનો ચાર્જ સંભાળનાર જામનગરના રાઘવજી પટેલ એકશનમાં જોવા મળી રહ્યા છે. રાઘવજીએ 25 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારને જ જુના જમાનાની સરકાર કહી છે. ભાજપના કાર્યકતાઓ સાથેની બેઠકમાં જ રાઘવજી પટેલે કહ્યું હતું કે જુના સમયનાં સહાયનાં ધોરણો સુધારવાં પડશે, તો જ લોકોને લાગશે કે સરકારે કંઈક મદદ કરી. તેમણે 2015માં બહાર પાડેલા ખેતી સહાય પરિપત્રને સુધારવા કૃષિમંત્રી અધિકારીને તાકીદ કરી છે. જુના સમયનાં સહાયનાં ધોરણો સુધારવાં પડશે’

જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ જામનગરમાં રાઘવજી પટેલે કહ્યું હતું કે મેં મુખ્યમંત્રીને સમગ્ર સ્થિતિથી વાકેફ કર્યા હતા. મેં કહ્યું હતું કે જુના સમયનાં સહાયનાં ધોરણ બદલવાં પડશે, તો જ લોકોને લાગશે કે સરકારે કંઈક મદદ કરી. પશુપાલકોને અત્યારસુધી 3 પશુનાં મોત સુધી સહાય મળતી હતી, જે હવે 5 પશુ સુધી મળશે.

માછીમારોની સહાયની રકમ વધી શકે તો ખેડૂતોની કેમ નહીં?’

તેમણે કહ્યું હતું કે મેં સહાયની રકમમાં વધારો કરવાની દરખાસ્ત કરતાં કેટલાક અધિકારીઓએ એ શક્ય ના હોવાની વાત કરી હતી, પરંતુ મેં તેની સામે કહ્યું હતું કે તાઉ-તે વાવાઝોડા સમયે જવાહરભાઈ ચાવડા માછીમારોની સહાયની રકમમાં વધારાનો પરિપત્ર કરી શકતા હોય તો પછી ખેડૂતો માટે કેમ ના થાય?

જમીન ધોવાણ અને પાક નુકસાનનો સર્વે પણ થશે’

કૃષિમંત્રીએ કહ્યું હતું કે પૂરને કારણે ખેડૂતોના ઊભા પાકને અને જમીનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ બંને નુકસાનીનો સર્વે કરાયા બાદ સરકાર તરફથી સહાયની ચુકવણી કરાશે.

 

વધારે વાચો.. – https://freedomjournalism.com/wp/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *