નરેશ પટેલ ગુજરાત મા કોંગ્રેસ ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે.....નરેશ પટેલ ગુજરાત મા કોંગ્રેસ ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે.....

ચહેરો રજૂ કરવા પ્રશાંત કિશોરનો આગ્રહ હતો….

ગુજરાત કોંગ્રેસ નાં આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર ચહેરો રજૂ કરવો જરૂરી છે જેના થકી મોટા પાયે ધ્રુવીકરણ થઈને મતો ગુજરાત કોંગ્રેસ ની જોળીમાં આવી શકે. તેના માટે એક ચહેરાની શોધમાં હતી અને એ હવે નરેશ પટેલના રૂપમાં આઇડેન્ટિફાઈ કર્યો છે. આ અંગે રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી હતી.

નરેશ પટેલ ગુજરાત મા કોંગ્રેસ ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે.....
નરેશ પટેલ ગુજરાત મા કોંગ્રેસ ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે…..

૧૫ એપ્રિલ આસપાસ નરેશ પટેલ ધડાકો કરી શકે છે….

ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને લેઉવા પાટીદારોના શ્રદ્ધા કેન્દ્ર એવા ખોડલધામના વડા અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ તેમની રાજકીય ઇનિંગ શરૂ કરવા માટે હાલ એક ‘સર્વે’ કરાવી રહ્યા છે. આ સર્વે બાદ તેઓ ૧૫  એપ્રિલ સુધીમાં રાજકારણમાં જવું કે નહીં એ અંગે નિર્ણય જાહેર કરશે એ સંકેતો વધુ સ્પષ્ટ થયા છે, જેના પરથી કે નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ માં જોડાઈ રહ્યા હોવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

કિમ જોંગ ઉન ફરી પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યા છે…

પશ્ચિમ બંગાળ અને પંજાબમાં ચહેરાથી ચૂંટણીમાં જીત મળી……

ગત વર્ષે થયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી ચહેરો હતાં અને એમાં સફળતા પણ મળી હતી. બીજી તરફ પંજાબમા આમ આદમી પાર્ટીએ અરવિંદ ભગવંત માનનો ચહેરો હતો અને આપને પંજાબમાં સત્તા મળી ગઈ હતી. ગુજરાત મા  કોંગ્રેસ  પાર્ટી ચહેરા વગર જાય તો સફળતા નહીં મળે એ નિશ્ચિત છે. આ સમયે પ્રશાંત કિશોરની ફોર્મ્યુલા ગુજરાત કોંગ્રેસ ના ગળે ઊતરી છે અને નરેશ પટેલને ચહેરો બનાવી ચૂંટણી લડવાનો વ્યૂહ ઘડવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં એ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

પુર્વ મુખ્યમંત્રી શ્રી વીજય રુપાણી ના મતે નરેશ પટેલ ભાજપ સાથે રહેસે…

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પક્ષમાં જોડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જ્યાં આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેશ પટેલ અંગે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. જયારે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મારા અંગત મિત્ર છે, તેઓવર્ષોથી ભાજપના શુભેચ્છક રહ્યા છે.

ukrain crisiss / રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટસ….

ભાજપે હવે  આમંત્રણ બંધ કર્યા…..

ભાજપના નેતાઓને હવે ‘આમંત્રણ’ પણ બંધ કરી દેવાની સૂચના આપી છે અને હવે આ ફેકટરને કઈ રીતે ડિસ્કાઉન્ટ કરી શકાય એ જોવા પક્ષના પાટીદાર નેતાઓને જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *