પંજશીરમાં તાલિબાનનો આતંક, સામાન્ય નાગરિકોની ધડાધડ હત્યાપંજશીરમાં તાલિબાનનો આતંક, સામાન્ય નાગરિકોની ધડાધડ હત્યા

અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં તાલિબાનનું રેઝિસ્ટન્સ ફોર્સ સામે યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર જીતી લીધું છે. બીજી બાજુ, રેઝિસ્ટન્સ ફોર્સનું કહેવું છે કે 60 % થી વધુ પંજશીર હજુ પણ તેની પાસે જ છે. આ દરમિયાન બીબીસીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન હવે પંજશીરમાં નાગરિકોનું લોહી વહાવી રહ્યું છે અને અત્યારસુધીમાં તેણે  વીશ  લોકોની હત્યા કરી છે.

બીબીસીના અહેવાલ અનુસાર, તાલિબાન દ્વારા નિશાન બનેલા  વીશ લોકોમાં એક દુકાનદાર પણ સામેલ હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે તાલિબાનના આવ્યા બાદ પણ તે વ્યક્તિ ભાગી નહોતી, તેણે કહ્યું હતું કે તે એક ગરીબ દુકાનદાર છે અને તેને યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. રેઝિસ્ટન્સ ફોર્સના લડવૈયાઓને સિમ વેચવાના આરોપ બદલ તાલિબાને તેની ધરપકડ કરી હતી અને પછી તેની હત્યા કરી હતી. મૃતદેહ તેના ઘરમાં મૂકવામાં આવ્યો હતો. લોકો એમ પણ કહે છે કે શરીર પર ઈજાનાં નિશાન હતાં.

બે દિવસ પહેલાં પણ પંજશીરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તાલિબાને એક યુવાનને તેના ઘરમાંથી બહાર કાઢીને તેને રસ્તા પર ગોળીઓથી ઠાર કરતા જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન ન્યૂઝ પોર્ટલ અનુસાર તાલિબાને જણાવ્યું હતું કે યુવક પંજશીરમાં નોર્થર્ન અલાયન્સની સેનાનો સભ્ય હતો. જો કે મૃતકનો અન્ય સાથી તાલિબાનને પોતાનું આઈડી કાર્ડ બતાવતો રહ્યો હતો, પરંતુ તેઓ માન્યા ન હતા અને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *