યાદો કી શામ પી.જી.પરમાર સાહેબ કે નામ…પ્રથમ વાર્ષીક સ્મ્રુતી દીને શ્રધાંજલી કાર્યક્રમ….

સમગ્ર ગુજરાત મા એસ ટી એસ સી સમુદાય મા જનજાગ્રુતી ની નવી ચેતના જગાવનાર અને પોતાના હક અને અધીકાર માટે લડવા માટે પ્રેરણા પુરી પાડી સુતેલા અને દબાયેલા સમાજ મા હીમત જગાડી પોતાના હક અધીકાર માટે લડવા માટે હમેશા સમાજ સાથે રહી પ્રેરણા પુરી પાડનાર મહાન દલીત લડવૈયા એવા શ્રી પી જી પરમાર સાહેબ ના આપણી વચ્ચેથી સદેહે વીદાય લીધાને તા: ૧૦/૦૫/૨૦૨૨ ના રોજ એક વર્ષ થતા તેમના કાર્યો ને યાદ કરવા અને શ્રધાંજલી આપવા માટે ગણપતી ફાટસર મા તા: ૧૪/૦૫/૨૦૨૨ ને શનીવારે રાત્રે ” યાદો કી શામ પી જી શાહેબ કે નામ ” શ્રધાંજલી કાર્યક્રમ નુ આયોજન કરવામા અવેલ છે…

મહાન દલીત લડવૈયા પી જી પરમાર....
મહાન દલીત લડવૈયા પી જી પરમાર….

બાબા સાહેબ ના પે બેક ટુ સોસાયટી ની ભાવનાને ઉજાગર કરવા જીંદગી ખર્ચી નાખનાર મહાન દલીત લડવૈયા પી જી પરમાર….

આખા ગુજરાત અને સૌરાસ્ટ્ર મા વર્ષ – ૧૯૯૦ થી શરુ કરીને કેટલાક દશકાઓ સુધી સતત યુવાનો વડીલો વિધ્યાર્થીઓ ને સાથે લઇ ને પ્રશીક્ષણ આપી પે બેક ટુ  સોસાયટી ની ભાવના ઉજાગર કરી કર્મશીલ,ગતીશીલ,અને ઉર્જાવાન કાર્યકરો તૈયાર કરવામા પ્રથમ હરોળ ના નેત્રુત્વ મા અગ્રેસર એવા દિવંગત શ્રી પી જી પરમાર સાહેબ ને સમાજે હમેશા યાદ કરવા પડે.

આમ્બેડકરી મુવમેંટ થકી સામાજીક પરીવર્તન નો રાહ ચીંધનાર મહાન દલીત લડવૈયા પી જી પરમાર….

સમગ્ર ગુજરાત અને સૌરાસ્ટ્ર કચ્છ કાઠીયાવાડ મા બાબા સાહેબ ની વીચારધાર અને સમાજ ના હક અને અધીકાર ની લડત, અને સામાજીક અત્યાચારો ના બનાવો વખતે જોખમો લઇ આગેવાની લેનાર નીડર અને મહાન લડવૈયા એવા શ્રી પી જી પરમાર સાહેબે સમાજ મા આમ્બેડકરી મુવમેંટ થકી સામાજીક પરીવર્તન નો રાહ ચીંધેલ એજ વર્તમાન મા આમ્બેડકરી ચળવળ નો વ્યાપ એજ એમની કાર્યદક્ષતાનુ પ્રતીબીમ્બ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થાય બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ…

હક અને અધીકાર તેમજ ન્યાય માટે ગમે તે ક્ષીતીજ સુધી લડત લડનાર મહાન દલીત લડવૈયા પી જી પરમાર….

મહાન દલીત લડવૈયા પી જી પરમાર સાહેબ  આપણી વચ્ચે થી અતીતની યાદો મી ચાલ્યા ગયા છે.પરન્તુ એમના વીચારો,એમની ઉર્જાવાન કાર્યક્ષમતા,લડાકુ મીજાજ, તર્કબદ્ધ વિચાર શૈલી,અને સમાજ ના હક અને અધીકાર તેમજ સામાજીક ન્યાય માટે ગમે તે ક્ષીતીજ સુધી લડી લેનાર નેત્રુત્વ એવા શ્રી પી જી પરમાર સાહેબ  આજે પણ આપણા માટે રાહ ચીંધનાર અને અનુકરણીય છે…

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

 

One thought on “યાદો કી શામ પી.જી.પરમાર સાહેબ કે નામ…પ્રથમ વાર્ષીક સ્મ્રુતી દીને શ્રધાંજલી કાર્યક્રમ….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *