વઢવાણ શહેરી વિસ્તારોમાં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેમ્પનું આયોજન.વઢવાણ શહેરી વિસ્તારોમાં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેમ્પનું આયોજન.

વઢવાણ શહેરી વિસ્તારોમાં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટે

કેમ્પનું આયોજન.

વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ

ખાતે સવારે 10 થી સાંજે 5:30 કલાક સુધી યોજાશે કેમ્પ.

શહેરી વિસ્તારના નાગરિકોને લાભ લેવા અનુરોધ.

પાટડી ના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળ્યો શીપપોક્ષ રોગ.

વઢવાણ માં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પનું આયોજન.

સુરેન્દ્રનગર  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકારશ્રી

તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ

મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા

તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં


નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા

કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ

તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને

બાલાશ્રમ ખાતે તા. 20 સપ્ટેમ્બર સુધી સવારે 10:00 કલાક થી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન

કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર

પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો

આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવાયું છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *