શનીવારે સાંજે આકાશમા દેખાયેલા અગન ગોળા નુ રહશ્ય.....શનીવારે સાંજે આકાશમા દેખાયેલા અગન ગોળા નુ રહશ્ય.....

ગુજરાત તથા મહારાષ્ટ્રના આકાશમાં જે આકાશી ગોળા જોવા મળ્યા, તે ઉલ્કાપિંડ નહીં પણ ચીનનું સળગતું રોકેટ હતું….

આખા  ગુજરાતમાં તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગો માં શનિવારે સાંજે આઠ વાગ્યાના સુમારે આકાશમાં ચકતો  અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ ધરતી  તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો. પરંતુ હવે તેની હકીકત સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોના મતે આ કોઈ ઉલ્કાપિંડ નથી, સેટેલાઈટના અંશ હોઈ શકે છે, જે ધરતીના વાયુમંડળ પ્રવેશ કરતા સમયે સળગી રહ્યા હતા. એક અમેરિકી વૈજ્ઞાનિકે તો એ પણ દાવો કર્યો છે કે આ રોકેટ ચીનનું હોઈ શકે છે.

શનીવારે સાંજે આકાશમા દેખાયેલા અગન ગોળા નુ રહશ્ય.....
શનીવારે સાંજે આકાશમા દેખાયેલા અગન ગોળા નુ રહશ્ય…..

ukraincrisiss/ પુતીન નો ટાઇગર મુવ… બે કદમ પાછા હટીને અણૂ હુમલો ?

ગુજરાત મહારાસ્ટ્ર અને મધ્યપ્રદેશ ના આકશ મા રાત્રે દેખાયો ચમકતો રહશ્યમય પદાર્થ…

ગુજરાતના આકાશની સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં લોકોએ રાત્રિના આકાશમાં રહસ્યમય લાઈટો જોવાનો દાવો કર્યો હતો. આ પછી, લોકોમાં અફવા ફેલાઈ કે આ ઉલ્કાપિંડોનો વરસાદ છે કે કોઈ ઉપગ્રહ પડી રહ્યો છે. જો કે, એક  અમેરિકન વૈજ્ઞાનિક ના મત મુજબ તે ચીનનું રોકેટ ચેંગ ઝેન ૩ બી  હતું.

શનીવારે સાંજે આકાશમા દેખાયેલા અગન ગોળા નુ રહશ્ય.....
શનીવારે સાંજે આકાશમા દેખાયેલા અગન ગોળા નુ રહશ્ય…..

પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?

વૈજ્ઞાનિકો ના મત મુજબ ધરતી પર ફરીથી દાખલ થઈ રહ્યું હતું ચીની રોકેટ…

અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું કે ચીનનું રોકેટ પૃથ્વીના વાયુમંડળ મા ફરી પ્રવેશી રહ્યું હતું. તેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં છોડવામાં આવ્યું હતું. પૃથ્વી ના વાયુમંડળ મા પરત ફરતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલોક ભાગ સળગી ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે, મારા મતે, આ ચમકતી લાઈટો તેના સળગી ઉઠવાથી પેદા થઈ હતી.

આ અગન ગોળાથી કોઈ નુકસાનનાં અહેવાલ નહીં…

અવકાશ ક્ષેત્રે નીષણાતો ના જણાવ્યા મુજબ  હતું કે, લગભગ 8 વાગ્યે, આકાશમાં એક ઉલ્કા દેખાઈ હતી. તેની દિશા ઉત્તરથી પૂર્વ તરફ હતી. તે ચાર ભાગોમાં વહેંચાયેલી હતી. તેમણે કહ્યું કે આના કારણે કોઈ નુકસાન થયું નથી અને ડરવાની કોઈ વાત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *