આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા……આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા……

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા……

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા…..

હાલ મા  દિવસથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર બસ ડેપો ની એક સાથે ૨૫ રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે. જેને લઇને મુસાફરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ મામલે વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર બસ ડેપો ની ૨૫ બસો મોકલી દેવામાં આવી છે. જેને લઇને ગ્રામીણ વિસ્તારોમાં થતી મોટા ભાગની બસો બંધ હાલતમાં છે. ત્યારે સ્થાનિક લોકો અને મુસાફરો ને પણ ભારે હાલાકી ભોગવવી પડી છે.

વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બસ સ્ટેન્ડ ખાતે દોડી ગયા….

ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બસ ડેપો ની આ બાબતની અને ૨૫ રૂટની બસો એક સાથે બંધ હોવાની જાણકારી મળતા આમ આદમી પાર્ટી ના નેતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બસ સ્ટેન્ડ ખાતે દોડી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને ફોન કરવામાં આવ્યો છે. પરંતુ કેન્દ્રીય મંત્રી દ્વારા ફોન રિસિવ કરવામાં આવ્યો નથી. ત્યારે આ મામલેઆમ આદમી પાર્ટી ના નેતાઓએ જિલ્લા કલેક્ટરને પણ ટેલિફોનિક રીતે જાણકારી આપવાની તસ્દી લીધી છે.

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા……

આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં જ ધરણા ઉપર ઉતર્યા…

તેવા સંજોગોમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં જ ધરણા ઉપર ઉતરવા પામ્યા છે. ડેપો મેનેજર પણ આ બાબતે ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં જતી એક સાથે ૨૫ રૂટની બસો બંધ હાલતમાં છે. જેને લઇને વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો અને મુસાફરી કરતા નોકરિયાત વર્ગને ભારે હાલાકી વેઠવી પડી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ જે સમયે ડેપો મેનેજરને રજૂઆત કરવા કચેરીમાં પહોંચ્યા તે સમયે તમામ સ્ટાફ કચેરી છોડીને નાસી છુટ્યો હોવાનું પણઆમ આદમી પાર્ટી ના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

૧૪ અપ્રીલે ૧૪ કીલો ની કેક કાપી ગણપતી ફાટસર મા આમ્બેડકર જયંતી ની અનોખી ઉજવણી…

આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી…

સુરેન્દ્રનગર એસટી ડેપોની આજે ૨૫ રૂટની બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ગઈ છે એટલે બંધ છે. ત્યારે યોગ્ય ન્યાય નહીં મળતાં સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ આંદોલન ઉપર અને ધરણાં પર ઉતરી જવા પામ્યા હતા. તેમજ આ મામલે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ પણ આ મામલે ઘટનાસ્થળે આવી ગઈ હતી અને તમામ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.

 

One thought on “આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા……”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version